ભાજપ પ્રમુખ નડ્ડાનાં નામે તોડ કરતો મોરબીનો ઠગ ઝડપાયો

  • May 17, 2023 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના ચાર, નાગાલેન્ડ અને ગોવાના પણ એક-એક ધારાસભ્યને બનાવ્યા શિકાર 


જમ્મુ-કાશ્મીરમાંથી મહાઠગ કિરણ પટેલ પકડાયા બાદ હવે વધુ એક ઠગના કાંડ સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં ભાજપના ધારાસભ્યો પાસેથી પૈસાની માગણી કરતા મોરબીના એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આરોપી યુવક ભાજપના અધ્યક્ષ જે.પી નડ્ડાનો પર્સનલ આસિસ્ટન્ટ હોવાનું કહીને એકનાથ શિંદે સરકારમાં મંત્રી પદ અપાવવાનું કહીને પૈસાની માગણી કરી રહ્યો હોવાનું સામે આવ્યું છે.


આરોપીઓએ અંદાજીત છ લોકો પાસેથી તગડી રકમની માંગણી કરી હતી. જેમાં રાજ્યના ચાર ધારાસભ્યો મહારાષ્ટ્રના છે. નાગપુરના ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય વિકાસ કુંભારેને આરોપીએ પોતાને ભાજપ અધ્યક્ષનો પીએ ગણાવ્યો હતો. પોતાનું નામ નીરજસિંહ રાઠોડ જણાવી મંત્રી પદ માટે 2.5 કરોડ રૂપિયા પાર્ટી ફંડની માંગણી કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે રકમ મળ્યા બાદ મંત્રી પદ નક્કી કરવામાં આવશે.


આ અંગે વિકાસ કુંભારે પોલીસને જાણ કરી હતી. પોલીસે મોરબીમાંથી નીરજસિંહ રાઠોડની ધરપકડ કરી હતી. સૂત્રો મુજબ નીરજે રાજ્યના વધુ ત્રણ ધારાસભ્યો ટેકચંદ સાવરકર, તાનાજી મુરકુટે અને નારાયણ કુચે પાસેથી કરોડોની માંગણી કરી હતી.


એક અધિકારી જણાવ્યું કે, મંગળવારે નીરજસિંહ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે. નીરજસિંહ મૂળ મોરબીનો નિવાસી છે અને પોતે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી નડ્ડાનો પર્સનલ આસિસ્ટ હોવાનો દાવો કરે છે. અધિકારીએ જણાવ્યું કે, આરોપીએ મહારાષ્ટ્રના ચાર ધારાસભ્યોની સાથે નાગાલેન્ડ અને ગોવાના પણ એક-એક ધારાસભ્યને કથિત રીતે ફોન કર્યો છે.


મધ્ય નાગપુર મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય વિકાસ કુંભારેએ કથિત રીતે તેમનો સંપર્ક કરાયા બાદ ફરિયાદ નોંધાવી હતી. અધિકારીએ કહ્યું કે, MLAએ નીરજ રાઠોડને કોઈ પૈસા આપ્યા નથી, પરંતુ અન્ય કેટલાક ધારાસભ્યોએ તેને પરોક્ષ રીતે પૈસા આપ્યા છે. હાલ નીરજસિંહ વિરુદ્ધ IPCની કલમ 420 હેઠળ છેતરપિંડીના આરોપમાં પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. આ મામલામાં હાલમાં વધુ તપાસ ચાલી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application