જામનગરના રવિપાર્કમાં ધમાલ મચાવનારા પિતા-પુત્ર સામે વધુ એક ફરીયાદ

  • March 16, 2023 06:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરના રવિપાર્ક વિસ્તારમાં પિતા-પુત્રએ રીતસરની ધમાલ મચાવીને દુકાનમાં તોડફોડ અને હુમલા કર્યા હતા, દરમ્યાન આરોપીને પકડવા ગયેલી પોલીસ પર ગાડી ચડાવી દઇ હત્યાની કોશિષ કરવામાં આવી હતી, દરમ્યાનમાં જુદી જુદી પાંચ ફરીયાદ આરોપીઓ સામે નોંધાઇ હતી, આ બંને શખ્સો સામે વધુ એક ફરીયાદ દાખલ થઇ છે, જયારે પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


જામનગરના મહાદેવનગરમાં રહેતા મયુર કરશન ભાટીયા (ઉ.વ.૨૨) નામના યુવાને સીટી-સીમાં ગઇકાલે બેડી રીંગ રોડ હોટલ પાસે રહેતા સંજય કાના ભુતીયા અને કાના ભુતીયાની વિરુઘ્ધ આઇપીસી કલમ ૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨), ૪૨૭, ૧૧૪ અને જીપીએકટ ૧૩૫(૧) મુજબ ફરીયાદ નોંધાવી હતી.


જેની વિગત મુજબ ફરીયાદી મયુરભાઇ રવિપાર્કમાં તેના જાણીતા હરેશભાઇ ડાંગરનો ફોન આવતા તા. ૧૪ના રવિપાર્કમાં ગયા હતા, એ વખતે આરોપીઓએ એક સંપ કરી મયુરને અપશબ્દો બોલી ઢીકાપાટુ અને ધોકા વડે માર માર્યો હતો તેમજ એકસેસ બાઇકમાં નુકશાન કરી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. જે ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


અત્રે ઉલ્લેખનીય છે કે રવિપાર્ક વિસ્તારમાં સંજય અને કાનાએ હંગામો મચાવીને તોડફોડ તથા પોલીસ, દુકાનદાર અને અન્ય લોકો પર હુમલા કર્યા હતા આમ બંને પિતા-પુત્ર સામે ગઇકાલે વધુ એક ફરીયાદ દાખલ કરવામાં આવી હતી, સીટી-સી પીઆઇ વાઘેલાની સુચનાથી તપાસ લંબાવીને આરોપીઓને દબોચી લેવાયા છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application