હાયર પેન્શન માટે એપ્લાય કરવાની વધુ એક તક, EPFOએ વધારી ડેડલાઈન

  • May 03, 2023 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આ વિકલ્પ માટેની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સને લઈને લોકોમાં ઘણું કન્ફ્યુઝન હતું.




ઈપીએફઓના કરોડો સબ્સક્રાઈબર્સ માટે સારા સમાચાર છે. ઈપીએફઓએ હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરવા માટેની તારીખ વધારી દીધી છે. તેની ડેટલાઈન આજે પૂરી થઈ રહી હતી. પરંતુ, ઈપીએફઓએ હવે તેને વધારીને 26 જૂન, 2023 કરી દીધી છે. આ ઓપ્શનને સિલેક્ટ કર્યા પછી ઈપીએફઓ સબ્સક્રાઈબર્સનું પેન્શન વધી જશે. પરંતુ, તેની પ્રોસેસ અને ડોક્યુમેન્ટ્સને લઈને લોકોમાં ઘણું કન્ફ્યુઝન હતું. તેનાથી લોકોને હાયર પેન્શનનું ઓપ્શન પસંદ કરવામાં સમસ્યા આવી રહી હતી. એ કારણે હવે હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરવાની ડેડલાઈનને આગળ વધારવાની માગ કરવામાં આવી રહી હતી. તેના માટે અત્યાર સુધીમાં માત્ર 12 લાખ અરજી મળી છે.




4 નવેમ્બર 2022એ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે, જે કર્મચારી 1 સપ્ટેમ્બર 2014 પહેલા કે 1 સપ્ટેમ્બર 2014એ ઈપીએફના સભ્ય હતા, પરંતુ હાયર પેન્શન માટે અરજી નહોંતા કરી શક્યા, તે 4 મહિનાની અંદર નવું ઓપ્શન પસંદ કરી શકે છે. બાદમાં આ ડેડલાઈનને વધારીને 3 મે 2023 કરી દેવાઈ હતી. તેના માટે એક ઓનલાઈન ફેસિલિટી બનાવાઈ છે. પરંતુ, પેન્શનની ગણતરી કઈ રીતે કરાશે, તેને લઈને લોકો હજુ અંધારામાં છે. સાથે જ પીએફ ફંડથી પેન્શન ફંડમાં રૂપિયા ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા પણ સ્પષ્ટ નથી. એવામાં આ વિકલ્પ પસંદ કરનારા કન્ફ્યુઝનમાં છે. એટલે આ તારીખને આગળ વધારવાની માગ કરવામાં આવી રહી હતી.




દરેક ઈપીએફઓ સભ્ય માટે બે ખાતા હોય છે. પહેલું એમ્પ્લોયી પ્રોવિડંડ ફંડ (EPF) અને બીજી એમ્પ્લોયી પેન્શન સ્કીમ (EPS). ઈપીએસમાં જેમાં પેન્શનની રકમ ડિપોઝિટ કરવામાં આવે છે. કર્મચારીના બેઝિક અને ડીએમાંથી દર મહિને 12 ટકા રકમ કાપીને ઈપીએફમાં જમા કરાવાય છે અને એટલા જ રૂપિયા કંપની તરફથી પણ ડિપોઝિટ કરાય છે. પરંતુ અહીં થોડું સમજવું જરૂરી છે, કેમકે કંપનીનો બધો અંશ ઈપીએફ ખાતામાં નથી જતો. તેના 12 ટકામાંથી 8.33 ટકા રકમ ઈપીએફ ખાતામાં જાય છે, જ્યારે 3.67 ટકા રકમ ઈપીએસ ખાતામાં જમા કરાવાય છે. પરંતુ, હાયર પેન્શનનો વિકલ્પ પસંદ કરવા પર કંપનીના અંશદાનમાં ફેરફાર થઈ જાય છે.



સૌથી પહેલા જાણી લો કે હાયર પેન્શનનું ટેકનિકલ નામ ઈપીએસ-95 (EPS-95) છે. ખાનગી ક્ષેત્રમાં કાર્યરત કર્મચારીઓના હિતમાં સરકારે વર્ષ 1995માં એક નવો કાયદો લાગુ કર્યો હતો. એ કાયદાનો હેતુ પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા લોકોને પેન્શનનો લાભ મળી શકે તે હતો. તે 1995માં લાગુ થયો અને પેન્શન સાથે જોડાયેલો છે, એટલે તેનું નામ ઈપીએસ-95 અપાયું છે. જ્યારે આ કાયદો બન્યો હતો, ત્યારે પેન્શન ફંડમાં અંશદાન માટે વધુમાં વધુ પગાર 6,500 રૂપિયા નક્કી કરાયો હતો. તેને બાદમાં વધારીને 15,000 રૂપિયા કરાયો. એટલે કે, આ રકમના 8.33 ટકા ભાગ પેન્શન ફંડમાં જાય છે. આ દરમિયાન વર્ષ 2014માં ફેરફાર કરાયો, તે પછી કર્મચારીને પોતાના બેઝિક અને ડીએની કુલ રકમ પર 8.33 ટકા પેન્શન ફંડમાં અંશદાનની છૂટ મળી ગઈ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application