સરકારનો મહત્વનો નિર્ણય, બજેટ સત્ર પહેલા વિપક્ષના તમામ સાંસદોનું સસ્પેન્શન રદ

  • January 30, 2024 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




31 જાન્યુઆરીથી શરૂ થઈ રહેલા સંસદના બજેટ સત્ર પહેલા ગત સત્રમાં સસ્પેન્ડ કરાયેલા તમામ સાંસદોનું સસ્પેન્શન રદ કરવામાં આવી રહ્યું છે. શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અને રાજ્યસભાના 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. માહિતી અનુસાર, 146માંથી 132 સાંસદોને માત્ર શિયાળુ સત્ર માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, તેથી આગામી સત્ર એટલે કે બજેટ સત્રમાં આ સસ્પેન્શન આપોઆપ સમાપ્ત થઈ ગયું છે. બાકીના 14 સાંસદોને વિશેષાધિકાર સમિતિઓએ તેમના આગામી નિર્ણય સુધી સસ્પેન્ડ કરી દીધા હતા.


14 સાંસદોમાંથી 3 લોકસભાના અને 11 રાજ્યસભાના હતા. તેમના કેસો લોકસભાની વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવ્યા હતા અને કહેવામાં આવ્યું હતું કે સમિતિના નિર્ણય સુધી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લોકસભાની વિશેષાધિકાર સમિતિએ 11 જાન્યુઆરીએ લોકસભાના સાંસદોનું સસ્પેન્શન રદ કર્યું હતું.


સંસદના શિયાળુ સત્રમાં બંને ગૃહોમાંથી 146 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. જેમાંથી 132 સાંસદોને સત્રના અંત સુધી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા વિશેષાધિકાર સમિતિના અહેવાલ સુધી લોકસભાના ત્રણ અને રાજ્યસભાના 11 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News