ભાણવડની મુરલીધર કોટેક્સ કપાસ મીલમાં આગ ભભૂકી

  • April 03, 2025 01:15 PM 


ભાણવડ નજીક ત્રણ પાટીયા વિસ્તારમાં આવેલી મુરલીધર કોટેક્સ કપાસ મિલમાં ગઈકાલે બપોરના સમયે અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આ ઘટનાએ વિસ્તારમાં ભયનો માહોલ સર્જ્યો હતો.


ભાણવડના ચીફ ઓફિસરને આગની જાણ થતાં તેમણે તુરંત જ ફાયર વિભાગને સૂચિત કર્યું હતું. જિલ્લા ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


ફાયર ફાઈટર્સે સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. લગભગ સાત કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.
​​​​​​​

કપાસ મિલના માલિક પરબતભાઈ રાવલીયા છે. જો કે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આગથી થયેલા નુકસાનની વિગતો પણ હાલ સામે આવી નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application