સુરતમાં હીરામાં મંદીએ ભરડો લીધો છે. જેનાથી રત્નકલાકારો ભારે આર્થિક સંકડામણમાં મુકાયા છે. હીરાની મંદીથી વધુ એક રત્નાકલાકાર જિંદગી હારી ગયો અને આપઘાત કરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આપઘાત કરતા પહેલા રત્નાકલાકારે વીડિયો બનાવ્યો હતો. જેમાં તે રડતા રડતા બોલી રહ્યો છે કે, મંદીને કારણે આપઘાત કરું છું, મારા બાળબચ્ચાઓનું ધ્યાન રાખજો
ડાયમંડ સિટી તરીકે ઓળખાતા સુરતમાં સતત હીરાની ચમક ઘટી રહી છે. હાલ મંદીએ હીરાના ધંધાને બરોબર ભરડામાં લઈ લીધો છે. જેને લઈને રત્ન કલાકારો સહિત સૌકોઈ હેરાન પરેશાન થઈ ગયા છે. લોકો હવે હીરાના ધંધાથી દૂર થઈ રહ્યા છે. ત્યારે હીરામાં આવેલી મંદીથી હારી વધુ એક રત્ન કલાકારે આપઘાત કર્યો હતો.
ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું
મળતી માહિતી મુજબ, હાલ સુરતના કામરેજના શેખપુર ગામે આવેલા હરીદર્શન સોસાયટીમાં રહેતા અને મૂળ અમરેલી જિલ્લાનાં સતરાવા ગામનાં રહેવાસી 40 વર્ષીય મનસુખભાઈ ખોડાભાઈ સૌંદરવા હીરા મજૂરી કરી પોતાનાં પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે હીરામાં મંદી હોવાનાં કારણે તેઓ આર્થિક સંકળામણમાં આવી ગયા હતા. જેથી તેઓ સતત તણાવમાં રહેવા લાગ્યા હતા. આખરે તેઓએ ગળેફાંસો ખાઇ પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
દુ:ખ ભર્યા સ્વરે યુવાને વીડિયો બનાવ્યો
રત્ન કલાકાર યુવકે આપઘાત કરતા પહેલાં બનાવેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં તે હીરામાં આવેલી મંદીથી કંટાળી આપઘાત કરતો હોવાનું જણાવી રહ્યો છે. સાથે જ દુ:ખ ભર્યા સ્વરે મારા બાળબચ્ચાઓનું ધ્યાન રાખજો તેમ પણ કહી રહ્યો છે. આ સમગ્ર બનાવની જાણ કામરેજ પોલીસને કરવામાં આવતાં ઘટનાસ્થળે દોડી આવેલી પોલીસે હાલ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
યુવક આર્થિક સંકડામણમાં હોય તેવું જાણવા મળ્યું
કામરેજ પોલીસે જણાવ્યું હતું કે, કામરેજ પોલીસની હદમાં આવેલા શેખપુર ગામે એક યુવકે ગળેફાંસો ખાઇ આપઘાત કર્યો છે. પરિવારના નિવેદન લેતાં મૃતક યુવક આર્થિક સંકડામણમાં હોય તેવું જાણવા મળ્યું છે. યુવકે મંદીના કારણે હતાશામાં આવી ઘરનાં રસોડામાં પંખાનાં હુક સાથે સાડીનાં છેડા વડે ગળેફાંસો લગાવી આપઘાત કર્યો હોવાનું પરિવારજનો જણાવી રહ્યા છે. હાલ પરિવારના નિવેદનના આધારે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના વેપારીને ચેક પરતના કેસમાં બે વર્ષની જેલસજાનો આદેશ
April 04, 2025 10:25 AMઈશરધામ (સચાણા) ખાતે રવિવારે ઈશર નોમની ઉજવણી
April 04, 2025 10:22 AMજામનગરના એસપી પ્રેમસુખ ડેલુએ જન્મદિવસ ઉજવણી દિવ્યાંગ બાળકો સાથે કરી
April 04, 2025 10:17 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech