લાલપુરના જોગવડ ખાતે રહેતા સામજી કરશનભાઇ ભટ્ટ નામના વૃઘ્ધે છેતરપીંડી અંગે કલોલના શખ્સ સામે પગલા લેવા પોલીસમાં રજુઆત કરી છે.
જેમાં જણાવ્યું છે કે અરજદારના કાકાના દિકરા મોહનભાઇ અમદાવાદ રહેતા હોય તેને કલોલ અંબીકાનગરના વિપ્ર શખ્સે શ્રાવણ મહિનામાં દ્વારકા ખાતે ૧૧૧૧૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ મહોત્સવનું આયોજન કરવાની વાત કરી હતી, અને કોઇનો કોન્ટેક કરી આપવા જણાવ્યુ હતું આથી તેમણે અરજદારનો સંપર્ક સાઘ્યો હતો, એ પછી ખર્ચની વ્યવસ્થા પોતે કરી આપશે ધીમે ધીમે કામ શરૂ કરીએ મોટો ખર્ચ છે આ પ્રકારની વાતો અરજદારને કરી હતી.
એ પછી ૪.૫૦ લાખની કિંમતનો ચેક આપેલ અને એ પછી અન્ય બે-ત્રણ ચેક ભરેલા જે પૈકી ચેકના અંકમાં ફેરફાર જણાતા અને ચેક બાઉન્સ થયેલ એ પછી ભુદેવો પાસે ડીપોઝીટ લેવાની પોસ્ટ મુકી હતી તેમા અરજદારના મોબાઇલ અને ખાતા નંબર આપેલ હતા, ત્યારબાદ નંબર ખોટા છે તેમ કહી ચિટરે પોતાના ખાતામાં પૈસા નખાવી કૃત્ય આચરેલ અને ખંભાળીયામા પણ એક દુકાનદારને બુકનો ઓર્ડર આપીને પેમેન્ટ નહી ચુકવી પરેશાનીમાં મુકયા છે આમ ચિટર દ્વારા ચાલાકીપુર્વક છેતરપીંડી કરી છે અન્ય યજમાન-દાતાઓ છેતરાઇ નહીં એ માટે પોલીસને રજુઆત કરી તાકીદે પગલા લેવાની માંગણી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech