અમૂલ ઘીના ભાવમાં કિલોએ ૨૮ રૂપિયાનો વધારો

  • March 01, 2023 05:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
અમુલ લુઝ્ ઘીનાં ભાવમાં કિલોએ ૨૮ રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ૧૫ કિલોના ટીનમાં ૪૨૦ રૂપિયા વધી ગયા છે. છેલ્લા ત્રણ મહિનામાં એક કિલો પર રૂ. 35નો અને 15 કિલોના ડબ્બાએ રૂ. 525નો વધારો થયો છે. આમ વર્ષ 2022માં લુઝ ઘીમાં સાત વખત ભાવ વધારો થયો હતો સાબરડેરી કમર્ચારી મંડળી દ્વારા અમુલ લુઝ ઘીનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જેમાં સાબરડેરી દ્વારા અમુલ લુઝ ઘીમાં વર્ષ 2022માં સાત વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે.




દૂધ અને ઘીના ભાવમાં ટૂંકાગાળામાં ભારે વધારો થતાં અચ્છે દિન પૂરે હોય ગયે જેવું લાગી રહ્યું છે. ગરીબ વર્ગ માટે ઘી હવે દીવાસ્વપ્ન બનતું જાય છે. પહેલેથી જ મોંઘવારીએ માઝા મુકી છે ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુ ગણાતા દૂધ – ઘીના ભાવોમાં વધારો કરતાં પડતા પર પાટુ પડ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.



દિવસે દિવસે ઘાસચારો, દાણના ભાવ તેમજ ગાય-ભેંસોની કિંમતોમાં સતત ભાવ વધારો થઇ રહ્યો છે. આ જ કારણસર ખેતી તથા પશુપાલન તરફ ગ્રામીણ વિસ્તારના લોકોમાં રૂચિ ઘટતી રહી છે. આનાથી દિન-પ્રતિદિન પશુપાલનો વ્યવસાય પણ તુટી રહ્યો છે. સરકાર દ્વારા આ અંગે ચિંતન કરીને પશુપાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લેવાની જરૂર છે. કારણ કે, ખેડતોને આ ભાવમાં ભારે નુકશાન થઈ રહ્યું છે અને તેમની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થઇ રહી છે.-



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application