અમરેલી આરટીઓની ડ્રાઇવ: રાજુલા-જાફરાબાદમાંથી ૧૨ ઓવરલોડ ટ્રક સામે કાર્યવાહી

  • February 09, 2023 06:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઓવરલોડ  વાહનોનું સૌથી મોટું નેટવર્ક ચાલતું હતું અમરેલી આર.ટી.ઓ.વિભાગની ટીમ આ બાબતે હરકતમાં આવતા કાર્યવાહી કરતા ઓવરલોડ અને ખાસ કરી મહાકાય પથરો ભરેલા વાહનો સામે અમરેલી આર.ટી.ઓ.વિભાગની ટીમ દ્વારા રાજુલા જાફરાબાદ વિસ્તારમાં  ૧૨ જેટલા ટ્રકોને ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી હાથ ધરી જેમાં પહેલી વખત પથર ભરેલા ૫ જેટલા ટ્રકોને મેમાં આપી કાર્યવાહી કરી છે અને અન્ય ટ્રકો પણ મળી આવતા તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે  જેમાં અમરેલી આર.ટી.ઓ વિભાગના ઇન્સ્પેકટર સહિત તેમની ટીમને ઓવરલોડ ભરેલા ગમે તે વાહનોને ઝડપી દંડ કરવા સુચના અને આદેશો મળ્યા હતા જેના કારણે હરકતમાં આવી કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જેના કારણે જાફરાબાદ તાલુકામાં આવેલી ભાકોદર ગામ નજીક ખાનગી કંપનીમાં મહાકાય પથરો ઓવરલોડ ભરીને જતા ૨૪ કલાક હેરાફેરી હવે બંધ થઈ છે સતત દોડતા અકસ્માત સર્જાય તે પહેલાં અમરેલી  આર.ટી.ઓ.વિભાગ દ્વારા ઓવરલોડ પથર ભરેલા ટ્રકો ઉપર તવાય બોલાવી  છે ૧૨ જેટલા વાહનોને દંડ કર્યો જેમાં ૫ જેટલા મહાકાય પથર ભરેલા ઓવરલોડ વાહનો અને અન્ય વાહનો મળી ૪૫ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે અગાવ પણ ૨ દિવસ પહેલા કેટલાક વાહનોને દંડ ફટકારવામાં આવ્યો હતો. કુલ મળી ૭૦,૦૦૦ ઉપરાંતનો આર.ટી.ઓ. વિભાગ દ્વારા દંડ ફટકારી મોટી કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application