દક્ષિણ ભારતમાં લોકસભાની બેઠકો કબજે કરવા અમિત શાહે બનાવી પાર્ટીની દક્ષિણ યોજના

  • December 22, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દક્ષિણ ભારતના ૬ રાજ્યોની કુલ ૧૦૩ લોકસભા બેઠકોમાંથી ભાજપ પાસે માત્ર ૪ બેઠકો પર જ લોકસભાના સાંસદો છે. તેથી પાર્ટી અહીં લોકસભાની બેઠકો કબજે કરવા કમર કસી રહી છે. આ માટે ભારતીય જનતા પાર્ટીએ આગામી લોકસભા ચૂંટણી માટે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. તાજેતરમાં જ પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છતીસગઢ સહિતના ત્રણ રાજ્યોમાં બહુમત હાંસલ કરી હતી. ત્યારે હવે ભાજપની નજર દક્ષિણ ભારતીય રાજ્યોમાં આગામી લોકસભા ચૂંટણીમાં બેઠકો જીતવા પર છે.

અમિત શાહે દક્ષિણ ભારતના રાજ્યોમાં સામાન્ય ચૂંટણી જીતવા અને ત્યાં પાર્ટીની વિચારધારાનો પ્રચાર – પ્રસાર કરવા માટે કામ શરૂ કરી દીધું છે. આમ છતાં કેટલાક પ્રશ્નો એવા છે જેના વિશે લોકો આશંકિત છે અને જાણવા માંગે છે કે આ પ્રશ્નોના જવાબ શું છે?

  • 2024માં ચૂંટણી જીતવા માટે અમિત શાહે શું પ્લાન બનાવ્યો છે?
  • ભાજપનું ધ્યાન દક્ષિણ ભારતના રાજ્યો પર કેમ છે?
  • અમિત શાહ દક્ષિણ ભારતની રાજકીય મુશ્કેલીઓ કે પડકારોનો કેવી રીતે સામનો કરશે?

દક્ષિણ ભારતમાં ભાજપની સ્થિતિ શું છે?
દક્ષિણ ભારતમાં ભાજપ પાસે માત્ર તેલંગાણા અને કર્ણાટકમાં જ લોકસભાની બેઠકો છે. તેથી ભાજપની સમગ્ર યોજના લોકસભાની ચૂંટણી માટે ઝડપી ધોરણે કામ કરવાની છે. સંસદનું શિયાળુ સત્ર સમાપ્ત થયા બાદ અમિત શાહ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરશે અને લગભગ દોઢ મહિના સુધી તેઓ સંગઠનના કામમાં વ્યસ્ત રહેશે.

ચૂંટણી નિષ્ણાતોના મતે દક્ષિણ ભારતના છ રાજ્યોમાં ભાજપ મુખ્ય પક્ષ ન હોવાથી તે એટલો પ્રચાર કરી શકી નથી. તેથી ભાજપ સંગઠનનો સમગ્ર ભાર દક્ષિણ ભારતમાં પોતાનો પ્રચાર પ્રસાર કરવા પર છે. જેથી આ સ્થિતિને ત્યાં ચૂંટણી જીતમાં ફેરવી શકાય અને પાર્ટી ત્યાં પણ પ્રવેશ કરી તેનો પગદંડો મજબૂત કરે.

લોકસભાની ચૂંટણી ક્યારે છે?


આગામી કેટલાક મહિનામાં દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત કરવામાં આવશે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ગત વખતની જેમ આ વખતે પણ ચૂંટણી સમયસર યોજાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application