અંબાજી પ્રસાદ વિવાદ : નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ

  • October 05, 2023 11:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોહિની કટરર્સે સસ્તાની લ્હાયમાં અખાદ્ય ઘીનો પ્રસાદમાં કર્યો ઉપયોગ, ૯૦૦ રૂપિયા બચાવાવા ભક્તોના સ્વાસ્થ્ય સાથે ચેડા


અંબાજીમાં પ્રસાદ વિવાદ મામલામાં અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહની ધરપકડ કરવામાં આવી છે. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે ૩૦૦ ડબ્બા ઘી મોહિની કેટરર્સને આપ્યા હતા. અંબાજી પોલીસે ઘી મામલે સમગ્ર તપાસ બાદ આરોપીની ધરપકડ કરી છે. હવે અંબાજી પોલીસની આરોપીની પૂછપરછમાં અનેક ખુલાસાઓ બહાર આવે તેવી શક્યતાઓ છે.


જો કે જતીન શાહ સામે ગુનો નોંધાયા બાદ તે ૨ દિવસથી ફરાર હતો. ત્યારે હવે આરોપી જતીન શાહની પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતા છે. અંબાજીમાં મોહનથાળના પ્રસાદ માટે ઉપયોગમાં લેવાયેલું ઘી અમદાવાદના નીલકંઠ ટ્રેડર્સ પાસેથી ખરીદવામાં આવ્યું હોવાનો દાવો કોન્ટ્રાક્ટર મોહિની કેટરર્સે કર્યો હતો. ત્યારે અંબાજી પોલીસની ટીમે અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા નીલકંઠ ટ્રેડર્સમાં પહોંચી અને તપાસ હાથ ધરી હતી. અંબાજી પોલીસે નીલકંઠ ટ્રેડર્સમાંથી ૧૫ કિલોના ઘીના ૩ ડબ્બા કબ્જે કર્યા હતા.


પ્રસાદમાં વપરાયેલુ ઘી માન્ય ડેરીના બદલે નીલકંઠ ટ્રેડર્સમાંથી ખરીદ્યું હતું. મોહિની કેટરર્સ નીલકંઠ ટ્રેડર્સમાંથી ૩૦૦ ડબ્બા ઘી ખરીદ્યું હતું. ૩૦૦ માંથી ૧૨૦ ઘી ના ડબ્બાનો પ્રસાદમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. જ્યારે અમૂલ બ્રાંડના ઘીના પ્રતિ ડબ્બાનો ભાવ રૂ.૯,૫૦૦ હતો. તેમજ નીલકંઠ ટ્રેડર્સમાંથી ૮,૬૦૦ના ભાવે મોહિની કટરર્સે ઘી ખરીદ્યું હોવાનું સામે આવ્યુ છે. સસ્તાની લ્હાયમાં અખાદ્ય ઘીનો પ્રસાદમાં ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application