અદ્ભુત, માતાના ગર્ભમાં જ વિકસી રહેલા બાળકની બ્રેઈન સર્જરી

  • May 06, 2023 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે અને આપણને આના ચોંકાવનારા પુરાવા મળતા રહે છે. હાલમાં જ અમેરિકાના તબીબોએ ગર્ભમાં ઉછરી રહેલા બાળકની બ્રેઈન સર્જરી કરીને તેનો વધુ એક પુરાવો આપ્યો છે.

વિશ્વનો પ્રથમ કેસ ત્યારે સામે આવ્યો જ્યારે ગર્ભાશયની અંદર ઉછરી રહેલા બાળક પર મગજની સર્જરી કરવામાં આવી. અહેવાલ મુજબ બોસ્ટન ચિલ્ડ્રન્સ હોસ્પિટલના રેડિયોલોજિસ્ટ અને VOGM ની સારવારમાં નિષ્ણાત ડૉ. ડેરેન ઓબેરેકે જણાવ્યું હતું કે મગજની ગંભીર ઇજાઓ અને જન્મજાત હૃદયની સમસ્યાઓ વધી રહી છે.

આ સર્જરીની વિશે વાત કરતાં તેમણે કહ્યું કે સામાન્ય રીતે બાળકોના જન્મ પછી તેમના પર ઓપરેશન કરવામાં આવે છે. બાળકી તેની માતાના ગર્ભાશયમાં અસામાન્ય રીતે વધી રહી હતી. આ પછી તપાસમાં જાણવા મળ્યું કે તેના મગજમાં બીમારી છે. આવી સ્થિતિમાં, બાળકોને ઘણીવાર હૃદય અથવા મગજને નુકસાન થાય છે. બાળક લાંબા સમય સુધી જીવી શકતું નથી. આ કિસ્સામાં રક્ત પરિભ્રમણ ધીમો પડી જાય છે. નસોમાં વધુ પડતા દબાણને કારણે ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

પરંતુ અહી ડોક્ટર્સ અને તેમની ટીમે માતાના ગર્ભમાં બાળની સર્જરી કરી છે. હજુ થોડા દિવસો પહેલા જ દિલ્હી એઈમ્સ હોસ્પિટલ ખાતે માતાના ગર્ભમાં ઉછરી રહેલા બાળકની હાર્ટ સર્જરી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application