રાજકોટ ભાજપ પ્રમુખ તરીકે અલ્પેશ ઢોલરિયાએ ચાર્જ સંભાળ્યો, ફટાકડા ફોડી, મોં મીઠું કરાવી ઉજવણી

  • May 29, 2023 03:01 PM 

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાની રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકેની વર્ણી થતા તેઓએ આજરોજ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પ્રમુખ તરીકેનો ચાર્જ વિધિવત સંભાળ્યો હતો. આ પ્રસંગે જીલ્લા સંગઠન પ્રભારી ધવલભાઈ દવે, પૂર્વ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયા, મહામંત્રી મનસુખભાઇ રામાણી,  નાગદાનભાઇ ચાવડા,  મનીષભાઈ ચાંગેલા, ધારાસભ્ય ડો.મહેન્દ્રભાઈ પાડલીયા, જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર, કા.ચેરમેન સહદેવસિંહ જાડેજા, રાજકોટ યાર્ડ ચેરમેન જયેશભાઈ બોઘરા, પૂર્વ જીલ્લા પ્રમુખ ડિ.કે.સખીયા, જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં હોદેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે પ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સ્વામી અપૂર્વમુની સ્વામી તથા સંતગણોએ નવનિયુકત પ્રમુખ અલ્પેશભાઈને તિલક ચાંલ્લો અને મંત્રોચ્ચાર કરીને રાજકીય ક્ષેત્રે નિાપૂર્વક જવાબદારી સંભાળીને તેઓ ખુબ પ્રગતી કરે તેવા આશિવચન પાઠવ્યા હતા. 




આ પ્રસંગે પૂર્વ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાએ રાજકોટ જિલ્લાના નવનિયુકત પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાને શુભેચ્છા પાઠવતા કહ્યું હતું કે, તેઓ સંગઠનના માહિર છે. સૌને સાથે રાખીને ચાલનારા વ્યકિત છે. આજે તેમના નેતૃત્વમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડએ ખૂબ વિકાસ કરીને ખેડૂતોને સરકારના લાભો અપાવીને ખેડૂતોની આવક બમણી થાય તેવા સતત પ્રયત્નોને કારણે ગોંડલયાર્ડ આજે ગુજરાતમા અગ્રેસર રહ્યું છે. 




અલ્પેશભાઈમા સંગઠનમાં બહોળો અનુભવ ધરાવનાર કસાયેલા કર્મઠ કાર્યકર્તાને નાતે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકેની તેમની નવી ઇનિંગમા પાર્ટીના સંગઠનનો વ્યાપ ખૂબ વધે અને તેઓ રાજકીય તમામ ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છાઓ સાથે અંતમાં મનસુખભાઇ ખાચરિયાએ અભિનંદન પાઠવ્યા હતા. રાજકોટ જીલ્લા ભાજપ સંગઠન પ્રભારી ધવલભાઈ દવેએ નવનિયુકત રાજકોટ જીલ્લાના પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાને કાર્યાલય આગમન પ્રસંગે અભિનંદન આપતા કહ્યું હતું કે, ભાજપમાં પદ નહી પણ જવાબદારી છે.  આ તકે અલ્પેશભાઈ ઢોલરીયાએ તેમના સન્માનના પ્રત્યુતરમાં જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખપદ એ કોઈ હોદો નથી, પાર્ટીની વ્યવસ્થાના ભાગપે એક જવાબદારી છે. ભારતીય જનતા પાર્ટીનો પ્રત્યેક કાર્યકર જવાબદારીને સેવાનું સાધન સમજીને છેવાડાના માનવીને તમામ સુવિધાઓ પ્રા થાય તે જ તેમનો સંકલ્પ હોય છે.



ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ  સી.આર.પાટીલએ મારામાં જે વિશ્વાસ મુકીને પ્રમુખ તરીકેની મને જવાબદારી સોંપી છે ત્યારે ભાજપના તમામ કાર્યકર્તાઓને સૌને સાથે રાખીને સંગઠનનો વ્યાપ વધારી આવનારી ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જંગી લીડથી જીતાડસુ તેવો મારો આજનો સંકલ્પ રહેશે.  આ પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય ચેતનભાઇ રામાણી, વી.ડી. પટેલ, દિનેશભાઇ અમૃતિયા સહિત હાજર રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન પ્રફુલભાઇ ટોળિયાએ કયુ હતું. આ કાર્યક્રમી સંપૂર્ણ વ્યવસ્થા કાર્યાલય મંત્રી અલ્પેશ અગ્રાવત, વિવેક સાતા, કિશોર ચાવડાએ સંભાળી હતી. તેમ રાજકોટ જિલ્લા ભાજપ પ્રેસ મીડિયા ઇન્ચાર્જ અરૂણભાઇ નિર્મળએ જણાવ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application