રીયલ ઇન્ફ્લુએન્સર કરતાં 10 ગણી વધુ કમાણી કરી રહ્યાં છે AI અને વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર !

  • November 30, 2023 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દરેક સેક્ટરની મોટી બ્રાન્ડ્સ માર્કેટિંગ અને એડ માટે એઆઇ આધારિત હ્યુમનૉઇડ રોબોટ ઇન્ફ્લુએન્સર પર પૈસા ખર્ચવા તૈયાર


આગામી ૫ વર્ષમાં વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સરનું વૈશ્વિક બજાર રૂ. ૧.૬૩ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા


વિશ્વભરની મોટી બ્રાન્ડ્સ તેમના ઉત્પાદનોનું માર્કેટિંગ કરવા માટે રીયલ ઇન્ફ્લુએન્સર (વ્યક્તિઓ) ને બદલે એઆઇ- આધારિત, એનિમેટેડ, હ્યુમનૉઇડ રોબોટ ઇન્ફ્લુએન્સર, એટલે કે વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર પર દાવ લગાવી રહી છે. મોટી બ્રાન્ડ્સ વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સરને રીયલ લાઈફ ઇન્ફ્લુએન્સર કરતાં ૧૦ ગણી વધુ ચૂકવણી કરે છે. ફ્યુચર સ્ટુડિયોમાંથી કાયરા અને એવીટીઆર તથા મેટા લેબ્સની નૈના વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર ભારતમાં લોકપ્રિય છે.



ટાઈટન, રીયલમી, બોટ અને એમજી મોટર્સ જેવી કંપનીઓ કાયરા પાસેથી પ્રોડક્ટનું માર્કેટિંગ કરે છે. તો ટૂંક સમયમાં નૈના રિચા ચઢ્ઢા, સાન્યા મલ્હોત્રા, શોભીલા ધુલીપાલા સાથે એઆઇ પોડકાસ્ટ શરૂ કરશે. ઈન્ડસ્ટ્રી અનુસાર, ૨ થી ૪ લાખ ફોલોઅર્સ ધરાવતા વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સરને અંદાજે એક પ્રોડક્ટ માર્કેટિંગ માટે ૫ થી ૧૦ લાખ રૂપિયા મળે છે. રીયલ લાઈફ ઇન્ફ્લુએન્સરને રૂ. ૪૦,૦૦૦ થી રૂ. ૧ લાખ મળી રહ્યા છે.


બોટના સ્થાપક અમન ચોપરાએ કહ્યું કે વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર સાથે તેમને ક્રિએટીવ ફ્રીડમ મળે છે. ટાઇટન આઇકેરના મેનેશ કૃષ્ણમૂર્તિએ જણાવ્યું હતું કે, આનાથી સાયન્સ-ફિક્શન આર્ટ સરળતાથી બનાવીને યંગ જનરેશન સુધી પહોંચવાનું સરળ બને છે. વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સર ડાન્સ રીલ્સ બનાવે છે અને ફેશન અને ટ્રાવેલિંગની સલાહ આપે છે. તે લોકોના મેસેજ અને કોમેન્ટના જવાબ પણ આપે છે. વર્ચ્યુઅલ ઇન્ફ્લુએન્સરનું વૈશ્વિક બજાર હાલમાં રૂ. ૨૦,૦૦૦ કરોડનું છે, અને આગામી ૫ વર્ષમાં રૂ. ૧.૬૩ લાખ કરોડ સુધી પહોંચવાની ધારણા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application