અમદાવાદ : પતિ, પત્ની ઓર વો, પ્રેમીએ માંગી પતિ પાસે પરણિત પ્રેમિકાની કસ્ટડી, કોર્ટે આપ્યો આવો ચુકાદો

  • March 17, 2023 08:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાઈકોર્ટે અરજી ફગાવી બોયફ્રેન્ડને ફટકાર્યો 5,000 રૂપિયાનો દંડ


ગુજરાત હાઈકોર્ટે લિવ-ઈન એગ્રીમેન્ટના આધારે તેના પતિ પાસેથી તેની ગર્લફ્રેન્ડની કસ્ટડી માંગનાર વ્યક્તિ પર 5,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મળતી માહિતી મુજબ બનાસકાંઠામાં રહેતા એક વ્યક્તિએ આ મામલે હાઈકોર્ટનો સંપર્ક કરી રજૂઆત કરી હતી કે તે જેની કસ્ટડી માંગી રહ્યો હતો તે મહિલા તેની સાથે પહેલા સંબંધમાં હતી. આ બાદ તેણીની ઇચ્છા વિરુદ્ધ બીજા પુરુષ સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા, અને પછી દંપતીને એકબીજા સાથે મનમેળ ન થતા મહિલા તેના પતિ અને સાસરિયાઓને છોડીને તેની સાથે રહેવા આવી હતી. આ ઉપરાંત તેઓ સાથે રહ્યા અને લિવ-ઈન રિલેશનશિપ એગ્રીમેન્ટ પણ સાઈન કર્યા. જો કે, થોડા સમય બાદ મહિલાના પરિવારના સભ્યો અને સાસરિયાઓ આવીને તેને તેના પતિ પાસે લઈ ગયા હતા.


જે બાદ આ વ્યક્તિએ તેની ગર્લફ્રેન્ડ માટે હેબિયસ કોર્પસ પિટિશન દાખલ કરીને હાઈ કોર્ટનો સંપર્ક કર્યો, જેમાં જણાવ્યું હતું કે તેણી તેના પતિની ગેરકાયદેસર કસ્ટડીમાં હતી અને તેની ઇચ્છા વિરુદ્ધ રાખવામાં આવી હતી. તેણે પોલીસને મહિલાને તેના પતિની કસ્ટડીમાંથી લઈને તેને સોંપવા માટે નિર્દેશની માંગણી કરી હતી.
​​​​​​​

જો કે, રાજ્ય સરકારે અરજીનો વિરોધ કર્યો હતો, એવી દલીલ કરી હતી કે વ્યક્તિ આવી અરજી દાખલ કરી શકે નહી. જો કોઈ મહિલા તેના પતિની કસ્ટડીમાં હોય તો એવું ન કહી શકાય કે તે ગેરકાયદેસર કસ્ટડીમાં છે. આ મામલાની સુનાવણી પછી જસ્ટિસ વીએમ પંચોલી અને જસ્ટિસ એચએમ પ્રાચકની બેન્ચે અવલોકન કહ્યું હતું કે, અરજદાર મહિલાએ હજુ સુધી અરજ કરનાર સાથે લગ્ન કર્યા નથી અને તેના પતિથી છૂટાછેડા પણ લીધા નથી. તેથી, અમારું માનવું છે કે પ્રતિવાદી નં. 5 (મહિલાનો પતિ) સાથે પ્રતિવાદી નંબર 4 (મહિલા) ની કસ્ટડી એ અરજદારના આક્ષેપ મુજબ ગેરકાયદેસર કસ્ટડી હોવાનું કહી શકાય નહીં. આ ઉપરાંત કોર્ટે અરજદાર પર 5,000 રૂપિયાનો દંડ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળમાં નાણાં જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application