શાસ્ત્રીનગર અજમેરામાં ટીપી સ્કિમની કપાતના વિરોધમાં મહાનગરપાલિકામાં ટોળું ધસી આવ્યું

  • February 20, 2023 11:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવેદનપત્ર પાઠવી સામુહિક વાંધો રજૂ કર્યો: શાસ્ત્રીનગર જે તે સ્થિતિમાં છે તે સ્થિતિમાં રહેવા દેવા માંગણી: બ્લોક કપાત કરીને કવર્ડ ટાઉનશીપના રસ્તા ખોલવા સામે રોષ ભભૂક્યો




રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં નાના મવા મેઇન રોડ પર આવેલા શાસ્ત્રીનગર અજમેરામાં ટીપી સ્કિમની કપાતના વિરોધમાં આજે બપોરે અંદાજે ૧૫૦થી ૨૦૦ રહીશોનું ટોળું ધસી મહાનગરપાલિકામાં ટોળું ધસી આવ્યું હતું અને સામુહિક વાંધો રજૂ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.



વિશેષમાં ઉપરોક્ત બાબતે મેયર, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન, મ્યુનિસિપલ કમિશનર તેમજ ટાઉન પ્લાનિંગ ઓફિસરને પાઠવેલ આવેદનમાં શાસ્ત્રીનગર અજમેરાના રહીશોએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં નાનામવા મેઈન રોડ પર શાસ્ત્રીનગર સોસાયટી આવેલી છે. આ સોસાયટી સૌરાષ્ટ્રમાં મોટામાં મોટી ટાઉનશીપ ધરાવતી સોસાયટી છે. અમારી આ સોસાયટીમાં ૧૨૦૦ આવાસો આવેલા છે અને છ હજારની વસ્તી ધરાવતી ટાઉનશીપ છે. સોસાયટી તેમના મેઈન્ટેનન્સની રકમમાંથી સફાઈ, સિકયુરીટી જેવી મહત્વની સુવિધાઓ પુરી પાડવામાં આવે છે. આ બન્ને સુવિધા પાછળ સોસાયટી દર માસે રૂા.૯૦,૦૦૦ જેવો ખર્ચ છે. આટલી મોટી ટાઉનશીપમાં સીસીટીવી કેમેરાઓથી સજ્જ કરવામાં આવેલી છે ને સોસાયટીમાં સ્વચ્છ ગાર્ડન સર્વધર્મ મંદિર જેવી સુવિધાઓ છે ને રાજકોટ સીટીને ગ્રીનસીટી તરીકે ઉદાહરણરૂપ રાજકોટ શહે૨ની બીજી સોસાયટી કરતાં વધારે અમારી સોસાયટીમાં વૃક્ષો આવેલા છે જે ઉદાહરણરૂપ છે. આવેદનપત્રમાં વધુમાં ઉમેર્યું છે કે સર્વેની કામગીરી સોસાયટીના બ્લોક હોલ્ડર દ્વારા રચવામાં આવેલા એસોસીએશન દ્વારા કરવામાં આવેલ છે. શહેર વચ્ચે ફરતાં ઢોરના ત્રાસનો છે. તો અમારી સોસાયટી બંધ હોવાના કારણે એકપણ ઢોર જોવા મળતું નથી. હાલમાં જ સોસાયટી દ્વારા કોર્પોરેશન દ્વારા જન ભાગીદારી યોજના અંતર્ગત ૨ોડ રસ્તા માટે રૂા.૪૨ લાખ જેવી માતબર ૨કમ ભરીને રોડ રસ્તા બનાવ્યા છે. તેમજ રાજકોટ મ્યુનીસીપલ પ્રોજેકટમાં સ્માર્ટ સોસાયટી તરીકે ભાગ લીધેલ છે. સોસાયટીમાં નાના ને મધ્યમ વર્ગના લોકો જે તે વખતે મરણમૂડી ખર્ચીને બ્લોક ખરીદેલ છે તો આ બ્લોકની કપાત ન કરવા સામે પણ અમારો વાંધો છે.




તેમજ અમારી સોસાયટીના આગળના ભાગમાં નાનામવા મેઈન રોડ જે આર.એમ.સી. દ્વારા સીમેન્ટનો રોડ બનાવીને પ્રથમ સિમેન્ટ રોડનું ઉદાહરણ પુરુ પાડે છે તે મળે છે. જયારે સોસાયટીની પાછળ ન્યુ ગાંધી વસાહતના રોડ પણ મળે છે તેમજ અમારી સોસાયટીની આજુબાજુ સોસાયટી આ બંને રોડ મળતા હોય તથા અમારી આજુબાજુની સોસાયટીની ખાસી મોટી વસાહત પણ ન હોય તો સોસાયટીમાં (રસ્તા) ખુલ્લો ક૨વાનો તેમજ પહોળો કરવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. આ તો અમારી આ સુવિધાઓને હનન કરવા જેવી બાબત છે.


સોસાયટી ખુલ્લી કરવા બાબતે એસોસીએશનને જયારે પણ જાણ ક૨વામાં આવેલી ત્યારે સોસાયટીની જનરલ બોર્ડની મીટીંગ બોલાવવામાં આવેલી અને આ બાબતે સર્વે સભ્યોને વાકેફ કરતાં સર્વે સભ્યોએ સોસાયટી ખુલ્લી કરવા તથા કપાત સામે વિરોધ વ્યકિત કરીને સહીઓ કરી આપેલ છે તે આ અરજી સાથે સામેલ છે તથા રાજકોટ મ્યુનિ.કોર્પો.દ્વારા પણ આ બાબતે ઠરાવ કરવામાં આવેલ છે કે જે તે સ્થિતિમાં સોસાયટીને રહેવા દેવી તેમજ કપાત ન કરવી તેવો ઠરાવ કરેલ છે. અંતમાં જણાવ્યું છે કે આ સોસાયટીના ફક્ત એક સભ્યના હિત માટે સામે ૬૦૦૦ વ્યકિતના હિતને નુકશાન ન થાય તે બાબતે યોગ્ય પગલા ભરવ નમ્ર અરજ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application