હીરાબા પર અભદ્ર ટિપ્પણી કરનાર અફઝલ લાખાણી 15 જેટલા ફેસબુક એકાઉન્ટ ધરાવે છે

  • January 04, 2023 04:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સિક્કાના અફજલ કાસમભાઈ લાખાણીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માતૃશ્રી હીરાબાના અવસાન પર સોશિયલ મીડિયામાં અભદ્ર ટિપ્પણી કરતા સિક્કા પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને બે દિવસના રિમાન્ડ પણ મંજુર કરવામાં આવ્યા છે ત્યારે જામનગર એસ.ઓજીએ આરોપીનો કબજો લીધો છે અને આરોપીનું મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું છે... 


આરોપી facebookમાં 15 જેટલા એકાઉન્ટ ધરાવે છે અને કટરવાદી હોવાનું પ્રાથમિક વિગતો બહાર આવી રહી છે... જામનગર એસ.ઓ.જી દ્વારા આરોપીની આકરી પૂછપરછ શરૂ કરવામાં આવી છે આરોપી કોઈ અન્ય સંગઠનો સાથે સંકળાયેલો છે કે કેમ તે રિમાન્ડ દરમિયાન વિગતો બહાર આવી છે.


આરોપી અફજલ કાસમભાઈ લાખાણી ઉ.વ.૪૦ ધંધો શેરબજારનો રહે.પંચવટી સોસાયટી, સોઢા સ્કુલની પાસે, હુશેનભાઈ સુંભાણીયાના મકાનમાં, સિકકા ગામ, તા.જી. જામનગર મુળ રહે જમના કુંડ ચોક, ભાવનગર વાળાએ પોતાના ફેસબુકના પેઇઝ  ’’ગુજરાત ત્રસ્ત  ભાજપા મસ્ત’’ નામના ફેસબુક એકાઉન્ટમા ભારતના માનનીય વડાપ્રધાન  તથા તેઓના માતૃશ્રી વિરૂધ્ધ ગેરશબ્દો ઉલ્લેખ કરી, જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેમજ ઉશ્કેરાટ પેદા થાય તેવા શબ્દો ભાષાનો ઉલ્લેખ કરતી પોસ્ટ મુકેલ હતી.


આરોપી ફેસબુક એપમાં અફજલ લાખાણી નામથી એક ફેસબુક એકાઉન્ટ ખુલેલુ જે એકાઉન્ટ માંથી વિવિધ પ્રકારના ફેસબુક પેઈઝ તથા અનેકો અકાઉન્ટ ખુલેલા છે જે એકાઉન્ટો મહિલાઓના નામે પણ છે સદરહુ આરોપી સોશ્યલ મિડીયાનો જાણકાર હોવાથી પોતે પોતાની પોસ્ટ ઉપર પોતાના અન્ય નામથી બનાવેલ આઈડી માંથી કોમેન્ટ કરે છે જેના હજારોની સંખ્યામાં ફોલોવર્સ છે અને આ ગુનાની આગળની તપાસ ચાલુ છે.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application