એસએમસીના દરોડા બાદ પોલીસ જાગી ગોંડલમાંથી વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડયો

  • July 19, 2023 12:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ પંથકમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા બાદ શહેર પોલીસ જાણે ઊંઘ માંથી જાગી હોઈ તેવું લાગી રહ્યું છે ગોંડલ શહેર માં ખુલ્લેઆમ દા‚નું વેચાણ થઈ રહ્યું છે સપ્લાયરો દારૂ ની ડિલિવરી લેનાર સુધી પોહચાડવા માં સફળ થાય છે ત્યારે શહેર માં દેવપરા સુથાર શેરી માંથી વિદેશી દારૂ અને બિયર ના ટીન સાથે એક શખ્સ ને ઝડપી પાડ્યો હતો.ગોંડલ ડિવિઝન  કે.જી.ઝાલા, ના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ  એ.સી.ડામોર, અને સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલિંગ દરમિયાન ખાનગી બાતમી ના આધારે દેવપરા સુથાર શેરી  એપાર્ટમેન્ટ ના પાર્કિંગ માં વિદેશી દારૂ નો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી જાણ થતાં સ્ટાફ સાથે દરોડો પાડતા ૯૫ નંગ વિદેશી દારૂ, ૫૨ બિયર ના ટીન, એક જયુપીટર બાઈક મળી કુલ ૫૩,૯૩૦ ના મુદ્દામાલ સાથે સાજીદ ઉર્ફે ચોકલેટી ઉર્ફ મામુ સીદીકભાઈ નુરસુમાર ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ કામગીરી માં ઇન્ચાર્જ  એસ.સી.ડામોર, હેડ કોન્સ્ટેબલ વિપુલ ગુજરાતી, હાર્દિક કેરાડીયા, રમેશ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયસુખ ગરાંભડિયા, ક્રિપાલસિંહ ઝાલા, રાજદીપસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ ડોડીયા અને ઓમદેવસિંહ જાડેજા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી.(તસવીર: પ્ન્ટિુ ભોજાણી)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application