હાર બાદ મહિલા ક્રિકેટ ટીમના સમર્થનમાં આવ્યા જય શાહ તથા અન્ય ખલાડીઓ કહ્યું,"ટીમે આપ્યું પોતાનું સર્વસ્વ"

  • February 24, 2023 05:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહિલા ટી20 વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમને સેમીફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયાની આ હારથી ભારતીય ચાહકોનું દિલ તૂટી ગયું હતું. આ હાર પર BCCI સેક્રેટરી જય શાહ મહિલા ભારતીય ટીમના સમર્થનમાં આવ્યા હતા. તેણે મહિલા ટીમ માટે હૃદય સ્પર્શી ટ્વીટ કર્યું. શાહે કહ્યું કે અમે તમારી સાથે ઉભા છીએ.

મહિલા ભારતીય ટીમની આ હાર બાદ જય શાહે ટ્વીટ કર્યું કે, ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા સામે મહિલા ટીમ ઈન્ડિયાની કપરી હાર, પરંતુ મેદાન પર અમારી છોકરીઓના જુસ્સા પર અમને ગર્વ થઈ શકે છે. ટીમે પોતાનું સર્વસ્વ આપ્યું અને બતાવ્યું કે તેઓ સાચા યોદ્ધાઓ છે. અમે તમારી સાથે ઉભા છીએ, વુમન ઇન બ્લુ!" જય શાહના આ ટ્વિટ પર ભારતીય ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. 

મહિલા ટીમ ઈન્ડિયાની જેમ જ પુરૂષ ભારતીય ટીમ પણ 2022 T20 વર્લ્ડ કપમાં સેમિફાઈનલમાંથી બહાર થઈ ગઈ હતી. રોહિત શર્માની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપની સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, મહિલા ભારતીય ટીમને T20 વર્લ્ડ કપ 2023ની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. જય શાહ ઉપરાંત સૌરવ ગાંગુલી અને જસપ્રીત બુમરાહ પણ તેમના સમર્થમાં આવ્યા છે.

ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી સેમીફાઈનલ મેચમાં ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર રનઆઉટ થઈને પેવેલિયન પરત ફરી હતી. હરમનપ્રીત કૌર સારી ઈનિંગ રમી રહી હતી અને ટીમને જીત તરફ લઈ જઈ રહી હતી, પરંતુ તે ઈનિંગની 15મી ઓવરમાં રનઆઉટ થઈ ગઈ હતી. તેનો રન આઉટ જોઈને ભારતીય ક્રિકેટ ચાહકોને 2019 ODI વર્લ્ડ કપમાં મહેન્દ્ર સિંહ ધોનીનો રન આઉટ યાદ આવી ગયો. તે વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પણ ધોની ટીમ માટે ન્યુઝીલેન્ડ સામે સારી ઈનિંગ્સ રમી રહ્યો હતો, પરંતુ તેના રન આઉટના કારણે આખી મેચ પલટાઈ ગઈ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application