મુળીલા સીમમાં ઝેરી દવા ગટગટાવી તરુણીનો આપઘાત

  • October 27, 2023 02:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કાલાવડના મુળીલા વાડી વિસ્તારમાં રહેતા દાહોદના ખેતમજુરની ૧૫ વર્ષની પુત્રીને માતાએ રસોઇ બનાવવા બાબતે ઠપકો આપતા મનમાં લાગી આવતા ઝેરી દવા પી લેતા સારવારમાં દમ તોડયો છે.
મુળ દાહોદના ધાનપુર તાલુકાના વતની અને હાલ કાલાવડના મુળીલા ગામે રહીને ખેતમજુરી કરતા શંકરભાઇ ગનજીભાઇ ભુરીયાની ૧૫ વર્ષની પુત્રી સુમીતાબેનએ ગત તા. ૧૨-૧૦-૨૩ના સવારના સુમારે પોતાની વાડીએ આવેલા મકાને રસોઇ બનાવતી હતી એ વખતે તેમના માતા બુદલીબેને તેને રસોઇ કરવા બાબતે ઠાપકો આપ્યો હતો.
જેના કારણે સુમીતાને મનમાં લાગી આવતા વાડીના કુવા પાસે પડેલી ઝેરી દવા પી લેતા જી.જી. હોસ્પીટલમાં દાખલ કરવામાં આવી હતી, જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયાનું શંકરભાઇ દ્વારા ગઇકાલે કાલાવડ ગ્રામ્ય પોલીસમાં જાહેર કરાયુ હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application