રાજકોટ જિલ્લાના 276 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયા બાદ ૧૮૬ ગામમાં ફરી શરૂ

  • June 16, 2023 05:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ તેમજ કલેક્ટર પ્રભવ જોષીએ નુકશાની અંગે વિગતો પૂરી પાડી


ગત રાત્રિના આવેલા વાવાઝોડાના સંદર્ભે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છની વાવાઝોડાની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે મુખ્ય સચિવ રાજકુમારે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી વિવિધ જિલ્લાઓના કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી નુકશાની નો અંદાજ મેળવ્યો હતો.



મુખ્ય સચિવે કચ્છ ભુજ દ્વારકા જામનગર પોરબંદર જુનાગઢ રાજકોટ મોરબી સહિતના જિલ્લાઓમાં રોડ-વીજળી-પાણી-આશ્રિતોની પરિસ્થિતિ તેમજ અન્ય નુકશાનીની વિગતો જિલ્લા કલેકટર પાસેથી મેળવી હતી.



રાજકોટ કલેકટર કચેરી ખાતે જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કલેક્ટર પ્રભવ જોશી તેમજ પ્રભારી સચિવ રાહુલ ગુપ્તાએ આનુસંગિક વિગતો પૂરી પાડી જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં કોઈ મોટી નુકસાની જોવા મળેલ નથી. ૨૭૬ ગામોમાં વીજ પુરવઠો ખોરવાયેલો હતો, જે પૈકી હાલ માત્ર ૯૦ ગામોમાં વીજ પુરવઠો બંધ છે જે યથાવત કરવામાં પી.જી.વી.સી.એલ.ની ટીમ કામે લાગી ગયેલ છે. આ ઉપરાંત ઝાડ પડવાની નુકસાની અંગે ૧૦૩ ટીમો દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે.



કલેકટર કચેરી ખાતે સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, ડો. દર્શિતાબેન શાહ, રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર, પ્રદેશ ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલ, પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ, નિવાસી અધિક કલેક્ટર એસ.જે. ખાચર, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સહિત વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા


આ તકે જિલ્લા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલે પ્રશાસન તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી વ્યવસ્થાના પરિણામે મોટી નુકસાની થતી અટકાવવા બદલ તમામ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓનો આભાર માન્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application