રાજકોટનાં પાળ ગામે યોજાયેલા લોકડાયરામાં સુપ્રસિદ્ધ પૂનમ ગોંડલીયા સહિતના કલાકારો પર રૂપિયાનો વરસાદ વરસ્યો

  • March 20, 2023 06:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ : રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં લોકડાયરામાં રૂપિયા વરસાવવાની પરંપરા વર્ષોથી ચાલી રહી છે. ત્યારે ગતરાત્રે શહેરના પાળ ગામે સુપ્રસિદ્ધ જખરાપીર દાદાના સાનિધ્યમાં એક લોકડાયરો યોજાયો હતો. જેમાં ગાયક કલાકાર પૂનમ ગોંડલીયા સહિતના જુદા-જુદા કલાકારોએ અલગ-અલગ ધૂન તેમજ ભજન તેમજ સંત વાણીની રમઝટ બોલાવી હતી. અને ડાયરા પ્રેમીઓએ મન મૂકીને પૂનમ ગોંડલીયા સહિતના કલાકરો પર રૂપિયા વરસાવ્યા હતા. આ લોકડાયરાનો વિડીયો સામે આવ્યો છે. 

રાજકોટથી સાત કિલોમીટર દુર જખરાપીર દાદાના મંદિર ખાતે હાલ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલી રહ્યો છે. આ શ્રીમદ ભાગવત સપ્તાહ દરમિયાન ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરો નિહાળવા માટે વાળ ગામ ઉપરાંત રાવકી, હરીપર, રતનપર, ચીભડા, ખીરસરા તેમજ રાજકોટના પણ કેટલાક ડાયરા પ્રેમીઓ આ ડાયરાના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દૂર દૂરથી આવેલા ડાયરા પ્રેમીઓએ આ ડાયરાનો અનોખો આનંદ માણ્યો હતો. અને રૂપિયાનો વરસાદ વરસાવ્યો હતો. 

લોકડાયરમાં ધૂન ભજન અને સંતવાણીની રમઝટ બોલતા આ સમયે ડાયરામાં હાજર રહેલા દાતાઓ ખુશ ખુશાલ થઈ ગયા હતા.  કલાકારો પર એટલા રૂપિયા વરસાવ્યા હતા કે પાળ ગામે યોજાયેલા લોકડાયરામાં લાખો રૂપિયા વરસ્યા હતા. આમ એકતરફ ભજનોની રમઝટ બોલતી હતી તો બીજી તરફ દાતાઓનું દાન વરસતું હતું. જેથી રાતભર આ લોક ડાયરાનો માહોલ જામ્યો હતો. તબલા વાદકોએ પણ તબલા વગાડી ડાયરાનો માહોલ જમાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જખરાપીર દાદાનું મંદિર રાજકોટ સહિત આસપાસના પંથકમાં ખૂબ જ પ્રખ્યાત છે.

​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application