દ્વારકા જિલ્લામાં જાહેરનામાનો ભંગ કરતા આઠ શખ્સો સામે કાર્યવાહી

  • July 13, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દ્વારકામાં આવેલી સ્વસ્તિક રેસ્ટોરન્ટના સંચાલક યોગેશભાઈ વ્રજલાલભાઈ ઠાકર, શ્રીનાથજી રેસ્ટોરન્ટના સંચાલક મેહુલભાઈ કિશોરભાઈ ભાયાણી તથા શ્રી માધવ રેસ્ટોરન્ટના સંચાલક વિમલભાઈ રણછોડભાઈ થોભાણી નામના ત્રણ આસામીઓએ પોતાના રેસ્ટોરન્ટમાં પરપ્રાંતીય ઈસમોને કામમાં રાખી અને આ અંગેની નોંધ સ્થાનિક પોલીસમાં ન કરાવતા આ તમામ સામે જાહેરનામા ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


ખંભાળિયામાં રહેતા સુરેશભાઈ જીવનભાઈ વાયાએ પોતાની સોની કામની દુકાનમાં રહેલા સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં ન રાખવામાં આવતા તથા કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામની મેઈન બજારમાં દુકાન ધરાવતા સોની ગુલાબરાય વાલજીભાઈ ધકાણે પોતાની દુકાનમાં સીસીટીવી કેમેરા ન લગાડતા આ બંને સામે કલમ ૧૮૮ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.


ભાણવડમાં ત્રણ પાટિયા પાસે આવેલી ભગીરથ હોટલના સંચાલક જયસુખ પેથાભાઈ પાથરએ પોતાની હોટલમાં સીસીટીવી કેમેરા ન લગાડતા તેમજ કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા રાણા ચનાભાઈ સોલંકીએ પોતાની દુકાનમાં મોબાઈલનું રજીસ્ટર ન નિભાવતા તેની સામે પોલીસે ગુનો નોંધ્યો હતો.


ઓખાની જેટી ખાતેથી ટોકન લીધા વગર દરિયામાં માછીમારી કરી રહેલા હમીર અબુ બંદરી નામના ૪૨ વર્ષના શખ્સ સામે પોલીસે જાહેરનામા ભંગ હેઠળ કાર્યવાહી કરી હતી.
​​​​​​​



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application