પેલેસ રોડ પરની જ્વેલર્સની દુકાનમાથીસોનાની ચોરીમાં આરોપી જામીનમુકત

  • April 26, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના પેલેસ રોડ પર દોરડા વડે દુકાનમાં ઘૂસી ૩૫૦ ગ્રામ સોનાની ચોરી કરનાર બંગાળી કારીગરની જામીન અરજી કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે.




પેલેસ રોડ પરના રાજશૃંગી કોમ્પ્લેક્સના ત્રીજા માળે આવેલી એસ એન ઓર્નામેન્ટ નામની સોનાના દાગીના બનાવતી દુકાનમા દુકાનના જ કારીગર મારફતે દુકાનમાંથી આશરે ૩૫૦ ગ્રામ સોનુ તેમજ રોકડ રકમ કુલ મળીને રૂ.૧૨ લાખની ચોરી તેમજ ગુપ્ત ગૃહ-અપપ્રવેશ ઘરફોડી કરેલ તથા પોલીસ કાર્યવાહીના કહેવા મુજબ આ કામના ગુન્હાને પાર પાડી આરોપીએ ડી.વી.આરનો વિનાશ કરેલના આક્ષેપમાં અરજદાર-આરોપી શેખ નાસરૂદીન સાઈદુલ ઈસ્લામને તા.૧૯-૪-૨૩ ના રોજ એ-ડિવિઝન પોલીસ દ્વારા અટક કરી હતી.બાદમાં આરોપીને જેલહવાલે કરવામાં આવ્યો હતો.




બાદમાં આરોપીએ જયુડીશય કોર્ટમાં જામીન અરજી કરતા અરજીની હકીકતોને ધ્યાને લઈ કોર્ટે આરોપીની જામીન અરજી મંજૂર કરી અને આરોપીને રૂ.૨૦,૦૦૦ ના રોકડ જામીન અને જાતમુચરકા પર છોડી મુકવાનો હુકમ કર્યો છે.

આ કામમાં આરોપી તરફે લીગલ એડ ડિફેન્સ કાઉન્સિલના યુવા વકીલ અજય.આર. તોલાણી રોકાયેલ હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application