બગસરાના પીઠડિયા ચોકડી નજીક એસટી અને બાઇક વચ્ચે અકસ્માત, એકને ગંભીર ઇજા

  • March 28, 2023 12:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બગસરાના પીઠડીયા ચોકડી નજીક એસટી બસ અને બાઇક ચાલક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇક ચાલકને ઇજાઓ થતાં તાત્કાલિક ધોરણે સારવાર માટે જેતપુર ખાતે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવને પગલે પોલીસ વધુ તપાસ શરૂ કરી હતી.
​​​​​​​
બગસરાના પીઠડીયા ચોકડી પાસે બાઇક અને એસટી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.ઉના-રાજકોટ રુટની બસ રાજકોટ તરફ જઇ રહેલી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો.બંને વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતાં ૧૦૮ ઘટના સ્થળ પર પંહોચી હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક ધોરણે સારવાર માં બગસરા બાદમાં જેતપુર ખાતે  ખસેડવામાં આવ્યા હતા.મળતી માહિતી પ્રમાણે ટુવ્હીલ ચાલક તોરી ગામના કરશનભાઇ ઠાકરશીભાઈ ખૂટ (ઉ. વ.૬૦) ટુવ્હીલ લઈને કોઈ કામ અર્થે બગસરા આવી રહ્યા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો.
આ અંગે જાણ થતાં બગસરા પોલીસ ઘટના સ્થળ પર પંહોચી હતી અને બનાવને લઈને તપાસ શરૂ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application