ભાવનગર મહાનગર ભાજપ અધ્યક્ષ તરીકે અભયભાઇ ચૌહાણએ પદભાર સંભાળ્યો

  • March 10, 2023 05:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના નવનિયુક્ત અધ્યક્ષ તરીકે અભયભાઈ ચૌહાણની વરણી થતા લોકોમાં હર્ષની લાગણી ફેલાઈ હતી. તારીખ: ૧૦-૦૩-૨૦૨૩ અને શુક્રવારના રોજ સવારે ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ  ભારતીબેન શિયાળ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ રાજુભાઇ રાણા, શહેર ભાજપના પુરોગામી અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા, તેમજ પૂર્વ મહામંત્રીઓ યોગેશભાઈ બદાણી, ડી. બી. ચુડાસમા, અરુણભાઈ પટેલ, સમગ્ર શહેર સંગઠન, પક્ષના વરિષ્ઠ આગેવાનો, વોર્ડ સંગઠન, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સદસ્યો, વિવિધ સેલ મોરચાના આગેવાનો, કાર્યકરો તેમજ શિક્ષણ સમિતિના હોદેદારો, શહેર ભાજપના સૌ કાર્યકર્તા, મિત્રો તથા શુભેચ્છકોની ઉપસ્થિતિમાં શહેર ભાજપ કાર્યાલય, પંડિત દીનદયાળજી ભવન, સર. ટી. હોસ્પિટલ સામે ભાવનગર ખાતે  અભયભાઇ ચૌહાણ શહેર અધ્યક્ષ તરીકેની જવાબદારીનો પદભાર સંભાળ્યો હતો. 


આમ અભયભાઈ લોકોને સાથે રાખીને ચાલનારા, શહેર, મંડલ અને પ્રદેશમાં સંગઠનની વિવિધ જવાબદારી નિભાવી ચૂકેલા સંગઠનના અનુભવી તેમજ પાયાના કાર્યકર છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે પુરોગામી અધ્યક્ષ ડો. રાજીવભાઈ પંડ્યા અને અભયભાઇએ સાથે મળીને સંગઠન માટે ઘણી સેવા કરી છે, ત્યારે ડો. રાજીવભાઈએ તો અભયભાઈની વરણી થતાં જ તેમણે સહર્ષ અભિનંદન આપતા જણાવેલ કે યોગ્ય હાથમાં સુકાન સોંપતા હું હર્ષની લાગણી અનુભવું છું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application