ઓખામાં સિક્કાની યુવતીનું અપહરણ

  • July 13, 2023 05:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જિલ્લામાં રહેતી એક પરિણીત યુવતીને દ્વારકાના નરસંગ ટેકરી વિસ્તારમાં રહેતા નદીમ નજીર શેખ નામના શખ્સ દ્વારા ગેરકાયદેસર રીતે તેણીને અટકાયતમાં રાખવાના ઈરાદાથી અપહરણ કરીને લઈ ગયા બાદ તેણીને મારી નાખવાની ધમકી આપી, તેણીને મરજી વિરુદ્ધ મૈત્રી કરારના કાગળમાં સહીઓ કરાવી લેવામાં આવી હતી.

​​​​​​​
આમ, ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવા અંગે ઓખા મરીન પોલીસે યુવતીની ફરિયાદ પરથી નદીમ નજીર શેખ સામે આઈ.પી.સી. કલમ ૩૬૫ તથા ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ ઓખા મરીન પોલીસ મથકના પી.એસ.આઈ. ડી.એન. વાંઝા દ્વારા હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application