વડિયાના રામપુર ગામે પ્રેમલગ્ન બાબતે કારમાં યુવકનું અપહરણ કરી માર માર્યો

  • May 11, 2023 12:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડિયા તાલુકાના રામપુર ગામે એક યુવકને પ્રેમ લગ્ન કરવા બાબતે અમારી છોકરીને કેમ ભગાડી ગયેલ છો.તેમ કહીને ૬ શખ્સો દ્વારા ફિલ્મી ઢબે તેને કાર માં બેસાડી અને માર મારી  છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવને પગલે પોલીસમાં ફરિયાદ નોંધાતા આગળની તપાસ શરુ કરી હતી.
​​​​​​​
વડિયાના રામપુર ગામે રહેતા સુધીરભાઈ રાજેશભાઈ દવે (ઉ.વ.૩૨) નામના વેપારી યુવાને આજથી અઢીમાસ પહેલા વૈશાલી મનસુખભાઇ મહેતા રહે.મતીરાળા સાથે પ્રેમ લગ્ન કર્યા હતા જે બાબતનું મનદુ:ખ રાખીને તેની દુકાન પાસે પ્રથમ બે માણસો આવી અને યુવકને પકડી રાખી તેમજ ત્યાર બાદ એક  કાર આવેલ અને જેમાં પ્રફુલભાઈ રે મતિરાળા , બકુલભાઈ દવે , હકાભાઈ દવે બંને રે.ભંડારીયા  તેમજ ત્રણ અજાણ્યા શખ્શો  સહીત છ શખ્સોએ આવી અને કહેલ કે તું અમારી છોકરીને કેમ ભગાડી ગયેલ છે તેમ કહી આડેધડ  માર મારી અને ગાળો આપી તેમજ છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવને પગલે વડિયા પોલીસ મથક ખાતે તમામ ૬ શખ્સો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ હતી.ઘટનાને લઈને ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ શરુ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application