તળાજા : શેત્રુંજીના પુલ પાસે બે મોટરસાયકલ અથડાતા મહિલાનું મોત

  • January 07, 2023 06:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પતિ પત્ની અને પુત્ર પોતાનું મોટરસાયકલ લઈ તળાજા થી પીપરલા આવતા હતા તે દરમિયાન શેત્રુંજીના પુલ પર સર્જાયો અકસ્માત


તળાજાના પીપરલા ગામે રહેતા પતિ પત્ની અને પુત્ર તળાજા થી પોતાનું મોટરસાયકલ લઈને પીપરલા તરફ આવી રહ્યા હતા ત્યારે શેત્રુંજી ના પુલ પાસે પહોંચ્યા હતા તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા મોટરસાયકલને ધડાકા ભેર અથડાવી દેતા પતિ પત્ની અને પુત્ર રોડ પર પટકાયા હતા દરમિયાનમાં ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્નીનું સારવાર દરમિયાન મોત નિભ્યું હતું આ બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવાય હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ તળાજા ના પીપરલા ગામે રહેતા અને ખેતી કામ કરતા ત્રિકમભાઈ મંગળભાઈ બારૈયાએ તળાજા પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે બપોરના સમયે ત્રિકમભાઈ પત્ની ભારતીબેન અને પુત્ર નૈતિક પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ૨૫૧૧ લઈને તળાજા થી પીપરલા તરફ આવી રહ્યા હતા તે દરમિયાન શેત્રુંજી ના પૂલ પાસે પહોંચ્યા ત્યારે પાછળથી આવી રહેલ મોટરસાયકલ નંબર જીજે ૦૪ cp ૯૯૧૯ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બે ફિકરાઈ થી ચલાવી પાછળથી અથડાવી દેતા પતિ પત્ની અને પુત્ર રોડ પર પટકાયા હતા. દરમિયાનમાં ત્રણેયને ઇજાગ્રસ્ત હાલે છે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પત્ની ભારતીબેન નું મોત્ નીપજ્યું હતું. આ બનાવ અંગે ત્રિકમભાઈએ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application