ગોંડલ નેશનલ હાઇ-વે ચોરડી પાસે બે કાર વચ્ચે અકસ્માતમાં એક મહિલાનું મોત

  • May 16, 2023 11:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અકસ્માત માટે કુખ્યાત ગોંડલ નેશનલ હાઇવે ચોરડી ગામનાં વણાકે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે ઘાયલોની ચિચિયારીઓથી ગુંજી ઉઠયો હતો. જેમાં વડોદરાના એક મહિલાનું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ લગ્નસરા અને વેવિશાળની સીઝન પુર બહારમાં ચાલી રહી છે ત્યારે ગોંડલ નેશનલ હાઇવે ચોરડી ગામના વણાંકે રાજકોટ અને જૂનાગઢના પરિવારની કાર સામ સામે ધડાકાભેર અથડાતા સર્જાયેલ અકસ્માતમાં વડોદરાના સરોજબા વાસુદેવસિંહ જાડેજા (ઉ.વ.૫૮)નું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. સરોજબા જૂનાગઢથી તરણેતર લગ્નપ્રસંગમાં જઇ રહ્યા હતાં અને અકાળે કાળનો કોળીયો બની ગયા હતાં અને તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી હોવાનું સગા સ્નેહીઓએ હોસ્પિટલે જણાવ્યું હતું. જયારે બીજી કારમાં રાજકોટના અર્જુનસિંહ કિરીટસિંહ ઝાલા (ઉ.વ.૨૧), રવિરાજભાઇ શૈલેષભાઇ રાઠોડ (ઉ.વ.૨૫), ભરતભાઇ બાબુભાઇ સરસિયા (ઉ.વ.૨૬), કિશનભાઇ સંજયભાઇ દાહીમા (ઉ.વ.૧૮) તેમજ ધવલભાઇ પ્રવીણભાઇ ગઢવી (ઉ.વ.૨૫)ને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતાં. આ ગમખ્વાર અકસ્માતને લઇ ટ્રાફિક પોલીસ, તાલુકા પોલીસ તથા એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application