ભાવનગરના શાસ્ત્રીનગર પાસે ડમ્પર અડફેટે આવી જતા મહિલાનું મોત

  • August 10, 2023 01:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

પતિ પત્ની દવા લઈને પરત ઘરે જતા હતા ત્યારે સર્જાયો અકસ્માત


ભાવનગર શહેરના ચિત્રા સીદસર રોડ ખાતે રહેતા પતિ પત્ની પોતાનું મોટરસાયકલ લઈને ભાવનગર દવા લેવા માટે આવ્યા હતા તે દરમિયાન દવા લઈ પર પોતાનું કામકાજ પતાવી મોટર સાયકલ પરત ધર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભાવનગર શહેરના શાસ્ત્રીનગર નજીક ડમ્પર અડફેટે લેતા પત્નીનું સ્થળ ઉપર જ મોત થયું હતું આ ઘટનાની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો પડી ગયો હતો અને મૃતકને પીએમ વધુ તપાસ હાથ ધરી હતી


આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ભાવનગર શહેરથી છોડી દૂર આવેલા ચિત્રા સીદસર વિસ્તાર ખાતે રહેતા જીતેન્દ્રસિંહ ઝાલા અને પત્ની પ્રસન્નનાબા પોતાના મોટરસાયકલ પર ભાવનગર ખાતે દવા લેવા માટે આવ્યા હતા દવા લઈ પરત પોતાના ઘર તરફ જતા હતા તે દરમિયાન શાસ્ત્રીનગર નજીક ડમ્પર નંબર જીજે ૦૪ એક્સ ૬૫૮૦ ના ચાલકે પોતાનું વાહન પુર ઝડપે અને બેફિકરાઈ રીતે ચલાવતા મોટર સાયકલ પર ઘર તરફ જઈ રહેલા પતિ પત્નીને અડફેટે લીધા હતા અકસ્માત સર્જાતા ની સાથે જ પત્ની પ્રસન્ન ના બાનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માત સર્જાતા ની સાથે નગર વિસ્તારમાં લોકોના ટોળેટોળા હતા અને બોર તળાવ પોલીસ સ્ટેશન નો સ્ટાફ પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application