સિહોરમાં ટ્રક અને એક્ટિવા અથડાતા મહિલાનું મોત

  • February 04, 2023 05:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ખરીદી કરી પરત એક્ટિવા લઇ ઘર તરફ આવી રહ્યા હતા ત્યારે સર્જાયો અકસ્માત


સિહોરના વડલા ચોક પાસે ટ્રક અને એકટીવા અથડાતા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક મહિલાને ઇજા થતાં તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.આ બનાવ અંગે સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોઘાઇ હતી


આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શિહોરમાં આવેલ દવેની શેરીમાં રહેતા પાર્થભાઈ મહેશભાઈ સોલંકીના પત્ની ભૂમિબેન અને બહેન ખુશ્બુબેન સિહોરના સ્ટેશન રોડ પર ખરીદી માટે ગયા હતા અને ખરીદી કરીને તેમના એકટીવા સ્કૂટર નં.જી.જે.૦૪ ૪૫૩૯ લઈને ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે સિહોરના વડલા ચોક પાસે ટ્રક નં.જી.જે.૦૪ એ.ડબલ્યુ ૨૨૯૮ સાથે અકસ્માત થતાં ભૂમિબેન અને ખુશ્બુબેનને ઇજા થતા બંનેને સારવાર અર્થે શિહોરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા,


જ્યાં ફરજ પરના તબીબે ભૂમિબેનને તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે પાર્થભાઈ સોલંકીએ ટ્રકના ચાલક ધીરુભાઈ કુવાડીયા રહે. શિહોર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application