ઇન્સ્યોરન્સ કંપની સાથે મહિલાએ આચરી 4 કરોડની ઠગાઈ

  • June 24, 2024 10:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પૈસાના લોભને કારણે કેટલાક લોકો ક્યારેક એવા કામ કરે છે, જે સમાજ અને કાયદો બંને માટે પડકાર બની જાય છે. ઓસ્ટ્રેલિયામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક 42 વર્ષીય જિમ માલિકે ઈન્શ્યોરન્સના પૈસા પડાવી લેવા માટે પોતાના મૃત્યુની ખોટી સ્ટોરી બનાવી છે. આટલું જ નહીં, તેણે બેંકમાંથી ઈન્સ્યોરન્સના પૈસા મેળવવા માટે પોતાને પોતાના ભાગીદાર તરીકે રજૂ કર્યા હતા.


રિપોર્ટ અનુસાર કેરેન સાલ્કિલ્ડ નામની આ મહિલાએ તેના પાર્ટનરના નામે ઈન્સ્યોરન્સ ક્લેમ ફાઈલ કર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે તેનું મોત કાર અકસ્માતમાં થયું છે. આ દાવાને મજબૂત કરવા કેરેને બનાવટી દસ્તાવેજો બનાવ્યા, જેમાં ડેથ સર્ટિફિકેટ અને તેના તપાસ રેકોર્ડનો સમાવેશ થાય છે. આ મહિલા તેના ખાતામાં 5,00,000 ડોલર (એટલે કે રૂ. 4 કરોડથી વધુ)ની વીમા રકમ ટ્રાન્સફર કરવામાં સફળ રહી હતી.


પરંતુ આ ધૂર્ત મહિલાના ષડયંત્રનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે બેંકે એકાઉન્ટને શંકાસ્પદ માનીને તેને ફ્રીઝ કરી દીધું. આ ભૂલ મહિલાને મોંઘી પડી. પૈસા ઉપાડવાના પ્રયાસમાં તેણે અનેક પ્રકારના આઈડી બતાવ્યા. પછી શું બાકી હતું. આ મહિલાની માર્ચમાં ધરપકડ કરવામાં આવી હતી અને એ પણ બહાર આવ્યું હતું કે તેના પાર્ટનરની આ કાવતરામાં કોઈ ભૂમિકા નથી.


આ પછી કેરન પર બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ લાગ્યો હતો. મળતી માહિતી મુજબ મહિલાએ કોર્ટમાં પોતાનો ગુનો કબૂલી લીધો છે. આવતા મહિને આ કેસની સુનાવણી છે, જેમાં તેની સજાનો નિર્ણય કરવામાં આવશે. આ છેતરપિંડી બદલ કેરનને સાત વર્ષની જેલની સજા થઈ શકે છે. મહિલા પાસેથી વીમાના પૈસા પણ વસૂલ કરવામાં આવ્યા છે.
​​​​​​​

અગાઉ, ફેબ્રુઆરીમાં અમેરિકામાં આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, જ્યારે વીમાના પૈસાની લાલચમાં 60 વર્ષના એક વ્યક્તિએ જાણી જોઈને તેના બંને પગ કાપી નાખ્યા હતા. આ વ્યક્તિએ દાવો કર્યો હતો કે લૉનમોવરની નીચે આવ્યા કપાઈ ગયા હતા. પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે તેણે જાણી જોઈને આવું કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application