ભાવનગર મહુવા રોડ પરના તળાજા નજીક થી વિદેશી દારૂ બીયર ભરેલો ટ્રક ઝડપાયો

  • June 01, 2023 04:22 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

ભાવનગર મહુવા રોડ પરના તળાજા પાસે થી વિદેશી દારૂ બીયર ભરેલ આઇશર ટ્રક સાથે લોકલ ક્રાઈમ બ્રાન્ચે ત્રણ શખ્સોને હસ્તગત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવની જાણવા મળતી વિગત મુજબ   એલ.સી.બી.પેરોલ ફર્લો સ્ટાફનાં સ્ટાફ ભાવનગર ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મલી હતી કે મહુવાના રમેશભાઇ ખીમજીભાઇ બાલધીયા તેઓની આઇસર ટ્રક નંબર નં.GJ-04-X-5906 માં મજુરોનો ઘરસામાન ભરેલ થેલાઓની આડમાં ઇગ્લીશ દારૂ ભરીને ભાવનગર તરફથી મહુવા તરફ જાય છે. જે માહિતી આધારે વોચ ગોઠવી ત્યારે પસાર થઈ રહેલ આઇશર ટ્રકને અટકાવી તલાશી લેતા વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવતા પોલીસે રમેશભાઇ ખીમજીભાઇ બાલધીયા,દિનેશભાઇ ચોથાભાઇ ચૌહાણ,લખમણભાઇ કિશોરભાઇ ગુજરીયાને વિદેશી દારૂ બીયર ટ્રક મળી કુલ રૂ ૫,૨૮,૬૦૦ નાં મુદ્દામાલ સાથે હસ્તગત કરી સરકારની ગાઇડલાઈન મુજબ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application