અંધ બાળકોના શિક્ષક મૃત્યુ પછી પણ કરશે સેવા, પરિવારે રાજુભાઈના આંખ, કિડની અને લિવરનું કર્યું દાન 

  • July 23, 2023 05:58 PM 


જૂનાગઢના માળિયા હાટીનામાં રહેતા રાજુભાઈ મહેતા છેલ્લા 25 વર્ષથી અંધ બાળકોની શાળામાં શિક્ષક તરીકે સેવા કરતા હતા પણ તારીખ 12 મે બુધવારના રોજ રાજુભાઈ મહેતા સવારે વહેલા ઊઠી નિત્યક્રમ કરતા હતા ત્યાં અચાનક ચક્કર આવી જતા માથાના ભાગે ગંભીર ઈજા થઇ હતી. 
​​​​​​​


જે બાદ તેમને માળીયાહાટીનાની સરકારી હોસ્પીટલમાં અને જુનાગઢ સારવાર માટે લઇ જવાયા હતા. જે બાદ તેમને રાજકોટની ઓમેગા હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

જો કે સારવાર અને વિવિધ રિપોર્ટ બાદ તેમને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. જે બાદ હોસ્પિટલના ડોકટર્સ દ્વારા રાજુભાઈના પરિવારને અંગદાન વિશે જણાવતા બધા તૈયાર સહમત થયા હતા. પરિવાર તરફથી અંગદાનની મંજૂરી આવતાં જ અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાંથી નિષ્ણાત તબીબોની ટીમ આવી હતી અને બંને હોસ્પિટલની ટીમ દ્વારા આંખ, કિડની, લિવર હાર્વેસ્ટ કરાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application