મોરબીના લાલપરમાં ગોડાઉનમાંથી ૪૬૭૦ બોટલ શંકાસ્પદ સિરપનો જથ્થો ઝડપાયો

  • November 09, 2023 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબી તાલુકાના લાલપર ગામની સીમમાં આવેલ પટેલ ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલા આયુર્વેદિક શિરપનો જથ્થો મોરબી તાલુકા પોલીસે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે લાલપર ગામની સીમ ગોપાલ હાર્ડવેર પાછળ પટેલ ગેસ્ટ હાઉસ પાછળ આવેલ ગોડાઉનમાં રેડ કરી હતી જે ગોડાઉનમાંથી ગેરકાયદેસર નશીલી આયુર્વેદિક શિરપની કુલ બોટલ નંગ ૪૬૭૦ કિંમત રૂ.૬,૨૮,૪૦૦ નો જથ્થો મળી આવતા શંકાસ્પદ ચીજવસ્તુ તરીકે સીઆરપીસી કલમ ૧૦૨ મુજબ મુદામાલ કબજે કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે તેમજ જથ્થો રાખી વેચાણ કરનારમાં કલ્પેશ અશ્વિન કોટેચા રહે મોરબી વાળાનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે


જે કામગીરીમાં મોરબી તાલુકા પીઆઈ કે એ વાળા, પીએસઆઈ વી જી જેઠવા, જયદેવસિંહ ઝાલા, અજીતસિંહ પરમાર, દિનેશભાઈ બાવળિયા, હરેશભાઈ આગલ, રમેશભાઈ મુંધવા, દિવ્યરાજસિંહ જાડેજા, ભગીરથભાઈ લોખીલ, જયદીપભાઈ પટેલ, પંકજભા ગુઢડા, કેતનભાઈ અજાણા, દીપસિંહ ચૌહાણ અને યશવંતસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application