પાસ્તાની એક પ્લેટએ તો ભારે કરી, ભાવ પૂછ્યા વગર ઓર્ડર કરતા યુવતીઓ થઈ હેરાન

  • October 01, 2023 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટિકટોક પર છોકરીઓ દ્વારા શેર કરવામાં આવેલી સ્ટોરીથી લોકો આશ્ચર્યચકિત છે. ફ્રાન્સની મુલાકાતે આવેલા મેડ્રિડ, સ્પેનના ટ્રાવેલ ઈનફ્લુએન્સર કેસિડી અને લેહ આર્મબ્રસ્ટરે રવિવારે પર એક વીડિયો શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું, "તમે જીવો અને શીખો." વીડિયોમાં આ બહેનો કોલેજના કેટલાક મિત્રો સાથે હતી. અહીંની બોટ રેસ્ટોરન્ટમાંથી તેમણે ઓર્ડર કરેલા ફૂડને કારણે તેઓ પરેશાન થયા હતા. છોકરીઓએ કહ્યું કે અમે વિચાર્યું કે એક પ્લેટ પાસ્તા મંગાવીએ અને અમે બધા તેને વહેંચીને ખાઈએ.

તેમણે બોટની રેસ્ટોરન્ટમાંથી લોબસ્ટર પાસ્તા મંગાવ્યો. તેમણે વિચાર્યું કે પાસ્તા નોર્મલ રેટનો હશે પણ એક કલાક પછી તેનો ઓર્ડર આવ્યો ત્યારે તેને કંઈ સમજાયું નહીં. હકીકતમાં, છોકરીઓને જે બિલ ભરવાનું કહેવામાં આવ્યું હતું તે એટલું વધારે હતું કે બિલમાં કોઈ ભૂલ હોય એવું લાગતું હતું. રેસ્ટોરન્ટે કુલ $530 (અંદાજે રૂ. 44 હજાર)નું બિલ આપ્યું હતું. હા, પાસ્તાની એક પ્લેટનું બિલ 44 હજાર રૂપિયા છે.


બિલને લઈને રેસ્ટોરન્ટના માલિકો સાથે યુવતીઓની બોલાચાલી થઈ હતી. સ્થાનિક લોકોએ પણ યુવતીઓને ટેકો આપ્યો હતો પરંતુ દલીલોથી કંટાળીને ગ્રુપ માંથી એકે સંપૂર્ણ ચૂકવણી કરી હતી. બહેનોની આ પોસ્ટ પર લોકોએ ઘણી કોમેન્ટ કરી. એક યુઝરે લખ્યું- તમે લૂંટાઈ ગયા છો. બીજાએ લખ્યું- તમારે પહેલા કિંમત જાણવી જોઈતી હતી. એક યુઝરે લખ્યું- આ પાસ્તા તમારા જીવનની સૌથી મોટી ભૂલ હતી. આ કોઈ પહેલો કિસ્સો નથી, પરંતુ આ પહેલા પણ લોકો અન્ય દેશોની યાત્રા દરમિયાન આ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની ચૂક્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application