રેડક્રોસ ભાવનગર ખાતે જુનિયર રેડક્રોસ કાઉન્સેલર ની મિટિંગ મળી

  • July 17, 2023 12:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@tesm

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર જિલ્લા શાખા દ્વારા 16 વર્ષથી વિવિધ શાળાઓમાં જુનિયર રેડક્રોસ ની પ્રવૃતિઓ કરવામાં આવે છે,જેમાં આરોગ્યલક્ષી અને જીવન ઘડતર સાથે ફસ્ટ એઈડ , ડિઝાસ્ટર મેનેજમેન્ટ જેવી તાલીમો પણ આપવા માં આવે છે, આ વર્ષે પણ જુનિયર રેડક્રોસના માધ્યમથી શાળોમાં વિવિધ પ્રવૃત્તિ ના આયોજન માટે મીટીંગનું આયોજન રેડક્રોસ ભવન, દીવાનપરા રોડ, ભાવનગર ખાતે આયોજન કરેલ હતું. 


જેમાં વિવિધ શાળાઓ ના આચાર્યો અને શિક્ષકો, પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેલ હતા. બાળકો ના સર્વાંગી વિકાસ માટે ની સેવાઓ ઉપરાંત વર્ષ દરમ્યાન વિવિધ કાર્યક્રમો માટે નું આયોજન કરવા બાબતે માર્ગદર્શન આપવા માં આવ્યું હતું તેમજ ભાવનગર શહેર અને જિલ્લા ની દરેક માધ્યમિક અનેં ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ને જોડાવા માટે રેડક્રોસ સોસાયટી દિવાનપરા રોડ, ભાવનગર ખાતે સંપર્ક કરવા નિમંત્રણ પાઠવવા માં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application