ઓક્સિજન પીવાથી નથી દેખાતી ઉમર, વિશ્વના ધનાઢ્ય લોકોની સ્ત્રીઓમાં આ મશીનનો છે જબરો ક્રેઝ

  • April 27, 2023 07:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


દરેક વ્યક્તિ લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગે છે. જો કોઈ રોગ હોય તો પણ તેનો જલદી ઈલાજ કરવા ઈચ્છે છે. આ માટે લોકો શું નથી કરતા. જીમમાં કલાકો પસાર કરે છે, કસરત કરે છે, મોર્નિંગ વોક અને ખાવા-પીવા પર નિયંત્રણ રાખે છે. પણ જો કોઈ કહે કે સ્ત્રી યુવાન રહેવા માટે દર મહિને ઓક્સિજન પીતી હોય છે. તો તમે ભાગ્યે જ તેના પર વિશ્વાસ કરી શકો. પરંતુ તે સાચું છે. તેનો દાવો છે કે ઓક્સિજન પીવાથી તેના શરીરમાં અણધાર્યા ફેરફારો થયા છે અને ચહેરો ચમકવા લાગે છે.


બ્રિટિશ લેખિકા એલિસ સ્મેલી આ દિવસોમાં આ થેરાપી લઈ રહી છે. તેણે કહ્યું, આ એક નવો ટ્રેન્ડ છે. આને હાઇપરબેરિક ઓક્સિજન થેરાપી (HBOT) કહેવામાં આવે છે. દુનિયાના અબજોપતિઓ પોતાની ત્વચાને યુવાન રાખવા માટે આ બોક્સ ખરીદતા હોય છે. વિજ્ઞાનીઓના મતે ડીએનએમાં હાજર ટેલોમેર્સ વૃદ્ધત્વ પાછળનું મુખ્ય કારણ છે. તે આપણા રંગસૂત્રોના છેડે જોવા મળે છે. ઓક્સિજન અને પોષણ તેમને જીવંત રાખે છે, પરંતુ જેમ જેમ ઉંમર વધે છે તેમ તેમ તેમની કામ કરવાની ક્ષમતા ઘટતી જાય છે અને ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.વ્યક્તિ વૃદ્ધ દેખાવા લાગે છે. આ ઉણપને પૂરી કરવા માટે આ નવા મશીનની શોધ કરવામાં આવી છે.


વાસ્તવમાં, હાયપરબેરિક ઓક્સિજન ચેમ્બરમાં માણસને રાખવાથી એટલું દબાણ બનાવવામાં આવે છે કે ઓક્સિજન આપણા શરીરના લાલ કોષો સુધી પહોંચે છે. કોષો સુધી ઓક્સિજન પહોંચતાની સાથે જ કોષોને નવું જીવન મળવા લાગે છે. જૂના ક્ષતિગ્રસ્ત કોષો સાજા થાય છે. નવા કોષો બનવાનું શરૂ કરે છે. અત્યાર સુધી તેનો ઉપયોગ રમતગમતના ખેલાડીઓની ઈજાને સાજા કરવા માટે થતો હતો. પરંતુ હવે દુનિયાભરના અબજોપતિઓ તેને પોતાના ઘરે લગાવી રહ્યા છે.


એલિસ સ્મેલીએ વિન્ચેસ્ટરમાં ઓક્સિજન થેરાપી ક્લિનિકમાંથી છ અઠવાડિયા માટે આ ચેમ્બર લીધું હતું. આના પર તેણે 60,000 પાઉન્ડ એટલે કે લગભગ 61 લાખ રૂપિયા ખર્ચ્યા. છે. પોતાના અનુભવને શેર કરતા એલિસે લખ્યું કે, મારામાં એક અણધાર્યો બદલાવ આવ્યો. ચહેરો ચમકવા લાગ્યો છે. અંદર એક ખાસ પ્રકારની ઉર્જાનો અનુભવ થાય છે. બહાર આવતા જ ચહેરો લાલાશથી ભરેલો જોવા મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application