મોરબીમાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારનાર શખસ જેલહવાલે

  • April 18, 2023 01:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીના ગ્રામ્ય વિસ્તારથી શહેરમાં શાળાએ આવતી સગીરાનું અપહરણ કરીને તેની બહેનને ઉપાડી જવાની ધમકી આપીદુષ્કર્મ ગુજારનાર બિલાલને જેલહવાલે કરવામાં આવ્યો છે. મોરબી એ ડિવિઝન પોલીસ મથકેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા શહેરમાં શાળાએજતી હતી ત્યારે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા બિલાલ આદમભાઈ માણેક (ઉ.વ.૨૨) નામના શખ્સે આંટાફેરા કરી આ સગીરાનેલલચાવી ફોસલાવીને પોતાના મકાને ઉપાડી ગયો હતો. જ્યાં સગીરાની બહેનને ઉપાડી જવાની ધમકી આપી સગીરા ઉપર આ શખ્સેદુષ્કર્મ આચર્યું હતું.ત્યારબાદ ચાર વર્ષના સમયમાં સગીરાને ધમકી આપી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ પોતાના માણસો તેણીનાઘરે આવીને જોઈ લેશે તેવી આ શખ્સે દમદાટી મારી હતી. સમગ્ર બનાવની સગીરાએ પોતાના પરિવારને હકીકત જણાવતા અંતે સગીરાની માતાએ હિંમત દાખવી મોરબી સીટી એ ડિવિઝનપોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ આરોપીને કોર્ટના રજૂ કરાયા બાદજેલહવાલે કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application