વીછિંયા ચોકડી નજીક રાત્રીના દારૂ ભરેલી કાર સાથે એક શખસ પકડાયો

  • March 22, 2023 05:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ પોલીસ મથકના સ્ટાફે રાત્રિના વીછિંયા ચોકડી પાસેથી દારૂ ભરેલી અલટો કાર ઝડપી લીધી હતી. પોલીસે અલટો કારમાંથી ૮૪ બોટલ દારૂના જથ્થા સાથે જસદણના ખડવાવડીમાં રહેતા શખસને ઝડપી લીધો હતો. દારૂનો જથ્થો કાર અને મોબાઈલ સહિત પોલીસે રૂપિયા ૮૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, જસદણ પોલીસ મથકના પીઆઇ ટી.બી જાનીની રાહબરિ હેઠળ કોન્સ્ટેબલ અનિલભાઈ સરવૈયા અને મહિપતસિંહ જાંબુકિયા સહિતનો સ્ટાફ રાત્રિના પેટ્રોલિંગમાં હતો. દરમિયાન એવી સચોટ બાતમી મળી હતી કે, વીછિંયા તરફથી એક અલ્ટો કાર કે જેમાં દારૂનો જથ્થો છુપાવ્યો છે તે જસદણ બાયપાસ રોડ પરથી પસાર થવાની છે. આ બાતમીના આધારે પોલીસની ટીમે જસદણ બાયપાસ વિછીયા ચોકડી પાસે રાત્રીના વોચ ગોઠવી હતી.


દરમિયાન લીલાપુર તરફથી આવી રહેલી શંકાસ્પદ અલ્ટો કારને કોર્ડન કરી અટકાવી હતી પોલીસે કારમાં બેઠેલા શખસની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ કિરણ કલાભાઈ મકવાણા(ઉ.વ ૨૭ રહે ખડવાવડી, જસદણ) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતા તેમાંથી ૮૪ બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.જેથી પોલીસે રૂપિયા ૨૫,૨૦૦ ની કિંમતનો દારૂ મોબાઈલ અને કાર સહિત કુલ રૂપિયા ૮૦,૨૦૦ નો મુદ્દામાલ કબજે કરી કારચાલક કિરણ મકવાણા સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.આ શખસ દારૂ કોની પાસેથી લાવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application