ભાવનગર શહેરમાં થી ગાંજાનું વેચાણ કરતો શખ્સ ઝડપાયો

  • March 11, 2023 07:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

aajkaal@team

એસ.ઓ.જી.એ સુકો ગાંજો ૬૭૦ ગ્રામ કિ.રૂા.૬૭૦૦ તથા મોબાઇલ ફોન, આધારકાર્ડ, સહીત કુલ કિ.રૂા.૭,૨૦૦ ના મુદ્દામાલ કબ્જે કર્યો


ભાવનગર શહેરમાં નશીલા પદાર્થ ગાંજાનું વેચાણ કરતા શખ્સને એસ.ઓ.જી.એ ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી 


ભાવનગર એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.બી ભરવાડ તથા પો.સ.ઇ.આર.બી વાધિયાના માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી.પોલીસને મળેલ ખાનગી બાતમી આધારે ભાવનગર, મેલડીમાંની ધાર ભનાભાઇની દુકાન પાસે, મફતનગર, ખેડુતવાસ, ભાવનગર ખાતે એન.ડી.પી.એસ. અંગે રેઇડ કરતા ઇશ્વરભાઇ ઉર્ફે ટકી ગોરધનભાઇ વાજા ઉ.વ.૩૦ ના કબ્જા માંથી સુકો ગાંજો વજન ૬૭૦ ગ્રામ કિ.રૂા.૬૭૦૦ તથા મોબાઇલ ફોન, આધારકાર્ડ, સહીત કુલ કિ.રૂા.૭,૨૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડેલ આ અંગે તેમની સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના પો.સ.ઇ. આર.બી.વાધિયા નાઓએ ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application