રામનવમી યાત્રામાં નથુરામ ગોડસેના પોસ્ટર સાથે ઉશ્કેરણીજનક નારા બાદ હવે છેક પોલીસે એક શખ્સની કરી અટકાયત

  • April 14, 2023 06:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હૈદરાબાદ પોલીસે રામ નવમી યાત્રા દરમિયાન નાથુરામ ગોડસેની તસવીર લહેરાવનાર યુવકની ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે 30 માર્ચના રોજ યુવક મહાત્મા ગાંધીના હત્યારા ગોડસેની તસવીર લઈને રામ નવમીની શોભાયાત્રામાં પહોંચ્યો હતો. યુવકની ઓળખ ચિંતા હેમા કુમાર તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, રામ નવમી યાત્રા દરમિયાન યુવક નાથુરામ ગોડસેની તસવીરને લહેરાવતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેની નોંધ લેતા પોલીસે આઈપીસીની કલમ 504 હેઠળ કેસ નોંધીને તેની ધરપકડ કરી હતી.


હૈદરાબાદમાં રામનવમીની શોભાયાત્રામાં ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ગોશામહલ ધારાસભ્ય ટી રાજા સિંહ હાજર રહ્યા હતા. ટી રાજા સિંહે મંગળહાટમાંથી પસાર થતી વખતે આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો. દરમિયાન શોભાયાત્રામાં ગોડસેની તસવીર લહેરાવવામાં આવી હતી. દાવો કરવામાં આવ્યો છે કે આ શોભાયાત્રામાં ઉશ્કેરણીજનક નારા લગાવવામાં આવ્યા હતા તેમજ ઉશ્કેરણીજનક ગીતો વગાડવામાં આવ્યા હતા.


ગયા વર્ષે આવી જ એક રેલીમાં ટી રાજા સિંહે મુસ્લિમોને દેશમાંથી બહાર કાઢવાની વાત કરી હતી. ટી રાજા સિંહે કહ્યું હતું કે જો તેઓ (મુસ્લિમો) જય શ્રી રામ નથી બોલતા તો તેમને દેશની બહાર કાઢી મુકવા જોઈએ.


ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા ગોશામહલના ધારાસભ્ય ટી રાજા સિંહ પોતાના વાંધાજનક નિવેદનોને કારણે હંમેશા વિવાદોમાં ઘેરાયેલા રહે છે. તેણે મુસ્લિમોને લઈને અનેક વાંધાજનક નિવેદનો આપ્યા છે. તે જ સમયે, થોડા મહિના પહેલા, પ્રોફેટ મોહમ્મદ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ પોલીસે તેની ધરપકડ કરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application