પગમાં તાળા, ગાળામાં દાતરડું, 400 વર્ષ જૂના બાળકના હાડપિંજરે સૌ કોઈને ચોકાવ્યા !

  • August 17, 2023 04:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલેન્ડના પુરાતત્વવિદોએ એક ચોંકાવનારી શોધ કરી છે. તેમને અહીંના એક ગામમાં એક બાળકના 400 વર્ષ જૂના હાડપિંજરના અવશેષો મળ્યા છે. તે બાળકને ભયાનક રીતે દફનાવવામાં આવ્યું હતું. તેનું મોં વિચિત્ર રીતે વળેલું હતું. તેમજ તે બાળકના પગ પર લોખંડનું તાળું હતું જે ખૂબ જ ભારે હતું. જ્યારે પુરાતત્વવિદોએ આ હાડપિંજર જોયું તો તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા.

એક રિપોર્ટ અનુસાર, ગામલોકોએ કથિત રીતે આ બાળકને 'વેમ્પાયર ચાઈલ્ડ' કહ્યું છે  તેમણે કહ્યું કે લોકોના ડરને દૂર કરવા અને મૃત પિશાચને કબરમાંથી ઉભા થતા રોકવા માટે આ પ્રકારની 'દફન પ્રથા' અપનાવવામાં આવી હતી.

નિકોલસ કોપરનિકસ યુનિવર્સિટીની પુરાતત્વીય ટીમને પોલેન્ડના પિએન ગામમાં એક સ્થળે બાળકનું હાડપિંજર મળ્યું હતું. પુરાતત્ત્વવિદો વધુ સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમને આ જ જગ્યાએ આવા બાળકોના હાડપિંજર અને અન્ય 30 અવશેષો મળ્યા. માનવશાસ્ત્રીઓનું માનવું છે કે બાળકની ઉંમર 5 થી 7 વર્ષની વચ્ચે હતી.
​​​​​​​

પુરાતત્વવિદોને નેક્રોપોલિસની અંદર એક અચિહ્નિત કબરમાં અવશેષો મળ્યા. આ શબ્દ ગ્રીક ભાષામાંથી આવ્યો છે, જેનો અર્થ થાય છે 'મૃતકોનું શહેર'. આ એ જ જગ્યા છે જ્યાં ગયા વર્ષે 'વેમ્પાયર વુમન' દફનાવવામાં આવી હતી. તેણીને ફરીથી કબરમાંથી બહાર ન નીકળે તે માટે, મહિલાના અંગૂઠાને તાળું મારવામાં આવ્યું હતું અને તેના ગળા પર સાકળ પણ મળી આવી હતી.

બાળકના હાડપિંજરના અવશેષો, જે 5 થી 7 વર્ષના બાળકનું હાડપિંજર હોવાનું માનવામાં આવે છે. તેની નજીક બીજો 'વેમ્પાયર' મળી આવ્યો હતો. તે એક સ્ત્રી હતી જેને તેના મોટા અંગૂઠાને તાળા સાથે બાંધીને અને તેની ગરદનમાં દાતરડી બાંધીને દફનાવવામાં આવી હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application