જૂનાગઢમાં નાણા કમાવાની લાલચમાં ઓનલાઇન ટાસ્ક પુરા કરવા જતાં યુવતીએ ૩.૩૬ લાખ ગુમાવ્યા

  • July 27, 2023 12:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢની યુવતીને ટેલિગ્રામ આઈડી માંથી યુટ્યુબ ના વિડીયો લાઈક અને સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક પૂરા કરી કમાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ એક મહિનાના અંતરમાં  વિવિધ આઈડીઓ માંથી  મેસેજ કરી અલગ અલગ બેંક ખાતાઓ માંથી ૩.૩૬ લાખની રકમ ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત ઓનલાઇન નાણાકીય છેતરપિંડી કર્યા અંગે સાયબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. 


જૂનાગઢમાં ખાનગી કોલેજમાં અભ્યાસ કરતી ભૂમિ યોગેશભાઈ વસંત નામની યુવતીને ૧૮ માર્ચ ૨૦૨૩ ના રોજ મોબાઈલ નંબર ઉપર અજાણ્યા મોબાઈલ નંબર ઉપર થી વોટસઅપમાં મેસેજ આવેલ હતો જેમાં લિંક આવેલ હતી ત્યારબાદ સામેથી વોટસઅપમાં મેસેજ મારફત વાત કરી તારા પટેલ નામની ઓળખ આપી યુવતીને યુ ટ્યુબમાં વિડિયો આપી વીડિયોમાં લાઈક અને સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક સોપી પુરા કરશે તો રૂપિયા આપવામાં આવશે તેમ જણાવી યુવતી પાસેથી બેંક ખાતા ની માહિતી મેળવી વીડિયોની લીંક મોકલેલ. યુવતીએ ટાસ્ક પ્રમાણે લાઇક અને સબસ્ક્રાઇબ કરતા તેના બેંક ખાતામાં ૧૫૦, અને બે વખત ૧૦૦ રૂપિયા જમા થયેલ ત્યારબાદ બીજા દિવસે પણ ફરીથી ટાસ્ક સોંપવામાં આવેલ જેમાં પણ ૧૦૦ રૂપિયા જમા થયેલ યુવતીને ૧,૦૦૦ રૂ ટ્રાન્સફર કરવાનું કહેતા તેણે ગુગલ પેથી ટ્રાન્સફર કરેલ હતા. જે ટાસ્ક પૂરા થતા તેના ખાતામાં  ૧,૫૦૦ રૂપિયા જમા થયેલ ત્યારબાદ ૧,૦૦૦રૂપિયા ટ્રાન્સફર કરતા ફરીથી યુવતીના ખાતામાં રકમ જમા થયેલ. યુવતી ને અલગ અલગ  કેશબેક ની ઓફરો આપવામાં આવી હતી જેમાં ફોન પે મારફત ૩,૦૦૦ ટ્રાન્સફર કર્યા હતા. યુવતીએ ૫,૦૦૦ જમા કરાવતા તેને ૧૦,૪૦૦ ની રકમ ખાતામાં જમા થયેલ હતી. આ રીતે ખાતામાં અલગ અલગ રકમો જમા કરાવી વિશ્વાસમાં લીધી હતી. 
​​​​​​​
દરમિયાન ૨૪ માર્ચના રોજ યુપીઆઈડી માં ઓનલાઈન પેમેન્ટ મારફતે અડધો કલાકમાં રકમ ટ્રાન્સફર કરવાનું જણાવી વિડીયો ની લીંક મોકલી લાઇક અને સબસ્ક્રાઇબ કરવાના ટાસ્ક સોપેલ હતા તેને પુરા કર્યા બાદ ૧૧ એપ્રિલ ૨૦૨૩ ના દિવસે   મુંબઈની ખાનગી બેંકના કોલાબા બ્રાન્ચ ના એકાઉન્ટ નંબર મોકલી તેમાં અડધા લાખની રકમ ટ્રાન્સફર કરી હતી. તા૧૨ એપ્રિલ ૨૦૨૩ ના અન્ય આઈડી માં ૬૦,૦૦૦,૧૪ એપ્રિલ ના ૫૦,૦૦૦,૧૭ એપ્રિલના વધુ કેસબેક મેળવવાની લાલચ આપી કટકે કટકે ૧ લાખની રકમ ટ્રાન્સફર કરાવી હતી. ૧૮ એપ્રિલે ફરીથી અન્ય આઈડી માંથી ૩,૦૦૦ ની રકમ ટ્રાન્સફર કરાવ્યા હતા. એક માસના સમયગાળા દરમિયાન ટેલિગ્રામ આઈડી વાળાએ યુવતીને વિશ્વાસમાં લઈ અલગ અલગ ટાસ્ક પૂરા કરવાના બહાને કેશબેક મેળવવાની લાલચ આપી તબક્કાવાર ૩.૩૬ લાખની રકમ ટ્રાન્સફર કરાવડાવી વિશ્વાસઘાત કરી અલગ અલગ ખાતાઓ માંથી રકમ ઉપાડી ઓનલાઇન નાણાકીય છેતરપિંડી કર્યા અંગે સાયબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application