જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં કેબલ વાયરની ચોરી કરતી ગેંગ ઝડપાઇ

  • May 22, 2023 11:42 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર તાલુકાના થાણાગાલોલ ચારણસમઢીયાળા ગામની સીમમાં રાત્રીના સમયે કેબલ વાયરની ચોરી કરતી ગેંગને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લીધી હતી.પોલીસે બે સગીર સહિત પાંચ શખસોને ઝડપી લીધા હતાં.જયારે એક શખસનું નામ ખુલ્યું છે.આ ટોળકી પાસેથી પોલીસે રૂ.૧.૭૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠૌરની સૂચનાથી પગલે એલ.સી.બી.પીઆઇ વી.વી. ઓડેદરાના માર્ગદશન હેઠળ ટીમ જેતપુર તાલુકાના થાણાગાલોલ ચારણ સમઢીયાળા ગામની સીમમાં રાત્રીના સમયે વાડીમાંથી રાત્રીના સમયે કુલ ૨૪૦૦ ફુટ કેબલ વાયર ચોરી થયેલ હોય જેની કી.રૂ.૧,૨૦,૦૦૦/- હોય સદર કેબલ ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢવા સારૂ પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પીએસઆઇ ડી.જી. બડવા તથા પો.હેડ કોન્સ. નિલેશભાઈ ડાંગર, દિવ્યેશભાઈ સુવા, વિરરાજભાઈ ધાંધલને મળેલ બાતમીના આધારે કેબલ ચોરી કરનાર ટોળકીને ઝડપી લીધી હતી.
​​​​​​​
પકડાયેલ આરોપીઓમાં ઉમેશ ઉર્ફે દીનેશ કેશુભાઇ ચારોલા (ઉ.વ. ૩૦ રહે. હાલ દેરડી રોડ શીતળામાતાના મંદીર પાસે દેરડી ધાર વીસ્તાર જેતપુર મુળ રહે. વાસવડ નદીના કાંઠે તા.ગોંડલ),જીતેષ ઉર્ફે કટી ઉર્ફે રીતેષ મુન્નાભાઇ ઉર્ફે મુન્નીભાઇ વાઘેલા ઉર્ફે વાજેલીયા( ઉ.વ. ૨૧ રહે, હાલ બાટવાદેવળી ગામ જી. અમરેલી મુળ રહે, વાસાવડ ગામ તા. ગોડલ) ઈનેશ ઉર્ફે ડી.ડી. સઓ મુન્નાભાઇ ઉર્ફે મુન્નીભાઇ વાઘેલા (ઉ.વ. ૨૩ રહે. હાલ બાટવાદેવળી ગામ જી. અમરેલી મુળ રહે. વાસાવડ ગામ તા. ગોડલ) અને બે સગીરનો સામાવેશ થાય છે. જયારે ટોળકીમાં સામેલ હરેશકેશુભાઈ ચારોલા (રહે. હાલ દેરડી રોડ, શીતળામાતાના મંદીર પાસે,દેરડી ધાર વીસ્તાર જેતપુર તા. જેતપુર મુળ રહે. વાસાવડ તા.ગોંડલ) નું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. પોલીસે આ ટોળકી પાસેથી ૩૬ કિલો કોપર વાયર, ત્રણ વાહન, ત્રણ મોબાઇલ રોકડ રૂ. ૫,૫૦૦ સહિત કુલ રૂ. ૧,૭૭,૨૧૦ કબજે કરી જેતપુર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલા ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.આ ટોળકીએ અન્ય કોઇ ચોરીના બનાવને અંજામ આપ્યો છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application