જૂનાગઢમાં રથયાત્રાને લઇ પોલીસ દ્વારા યોજાઇ ફલેગ માર્ચ

  • June 19, 2023 01:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢમાં મજેવડી દરવાજા ખાતે અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર થયેલા પથ્થરમારા બાદ પોલીસ એકશનમાં આવી હોય તેમ આવતીકાલે અષાઢી બીજના દિવસે શહેરના માર્ગો પર નીકળનાર ભગવાન જગન્નાથજીની રથયાત્રા ને લઈ સાવચેતીના ભાગરૂપે રેન્જ આઇ.જી, એસપી,  ની આગેવાનીમાં ડીવાયએસપી ,એલસીબી, એ,બી, સી તથા પોલીસ તાલીમ ના તાલીમાર્થીઓ સહિતની ઉપસ્થિતિમાં શહેરના વિવિધ માર્ગો પર ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. રેન્જ આઈ જી મયંકસિંહ ચાવડા, એસ.પી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી ઠક્કર, એ ડિવિઝન પી.આઈ વાઢેર, બી ડિવિઝન પીઆઈ શાહ, સી ડિવિઝન તેમજ વિવિધ વિભાગના પોલીસ કર્મીઓ મોટી સંખ્યામાં શહેરના માર્ગો પર ફ્લેગ માર્ચ માં જોડાયા હતા. જુનાગઢ રેન્જ આઇ.જી મયંકસિંહ ચાવડા, એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, ડીવાયએસપી ઠક્કર, તેમજ વિવિધ વિભાગના પોલીસ કર્મીઓએ ભગવાન જગન્નાથજી મંદિરની મુલાકાત લીધી હતી .ભગવાન જગન્નાથજીના દર્શન કર્યા હતા અને જગન્નાથજી રથયાત્રા સમિતિના હોદ્દેદારો પાસેથી રથયાત્રાના કાર્યક્રમ અને રૂટ સહિતની બાબતો અંગે ચર્ચા કરી નિરીક્ષણ કર્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application