કોડીનાર શિંગોડા નદી નજીક મોટાપીરની દરગાહના ગ્રાઉન્ડમાંથી મગર પકડાઇ

  • July 12, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનાર તાલુકા ના શિંગોડા નદી કિનારે આવેલ મોટા પીર ની દરગાહ ના ગ્રાઉન્ડમાં વહેલી સવારે ૪ કલાકે એક મગર ચડી આવતા દરગાહ માં હજાર શ્રદ્ધાળુઓ દ્વારા ડિઝાસ્ટર  કંટ્રોલ રૂમ ને જાણ કરતા તેઓએ વનવિભાગના રાઉન્ડ ફોરેસ્ટર મહેન્દ્રસિંહ રાઠોડ  ને જાણ કરતા તેઓ તાત્કાલિક છારા રાઉન્ડ સ્ટાફ ટીનાભાઈ અને હનીફભાઇ  સાથે દોડી જઈ મગર ને જોતા આ મહાકાય મગર ને પકડવા જામવાળા થી રેસ્કયુ ટીમ બોલાવી એક કલાક ની ભારે જહેમત બાદ રેસ્કયુ કરી મગરને પકડી પાંજરે પૂરી જામવાળા ખાતે મોકલેલ જ્યાંથી આ મગર ને ગીર જંગલ માં નદી માં મુક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આ રેસ્ક્યુ સમયે દિલધડક દ્રશ્યો સર્જાયા હતા આ રેસ્ક્યુ માં જામવાળા અને છારા રાઉન્ડ ના વનવિભાગ ના સ્ટાફે દ્વારા ભારે જહેમત ઉઠાવેલ હતી આ મગર પકડાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે દરગાહ પાસે આવેલ શિંગોડા નદી મધ્ય ગીર જંગલ નીકળે છે. છેલ્લા કેટલાક દિવસથી શિંગોડા ડેમ માંથી સતત પાણી આવતા અનેક મગરો નદી માં આવી ગઈ છે જેને લઇ અહી અનેક મગરો દેખાઈ છે.ગઈ કાલે ચાર થી પાંચ મગરો એ દેખાઈ હતી ત્યારે અહીના નદી કિનારે મગરો એ સામ્રાજ્ય જમાવ્યું હોય તેવું લાગી રહ્યું છે. નદી કિનારે વસતા લોકો માં ભય જોવા મળે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application