ટ્રાફિક વચ્ચે ચાલુ બાઈક પર કપલ કિસમાં મગ્ન, લોકોના જીવ મુક્યા જોખમમાં, ઘટનાનો વિડીયો થયો વાઈરલ

  • September 18, 2023 05:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)




છેલ્લા કેટલાક દિવસથી બાઈક પર સ્ટંટ કરતા યુવાવર્ગ પર પોલીસની ચાંપતી નજર છે, છતાં કેટલાક લુખ્ખા તત્વો હોય છે જેમને પોતાના જીવની તો પરવાહ નથી હોતી પણ પોતાની રોમીયોગીરીના ચક્કરમાં બીજા લોકોના જીવ જોખમમાં મૂકી દેતા હોય છે. હાલમાં જ આવો વધુ એક વીડિયો સામે આવ્યો છે. રાજસ્થાનના જયપુરમાં મોટરસાઇકલ પર કિસ કરતા કપલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં કપલને જોખમી સ્ટંટ કરતા જોઈ શકાય છે.


કિસિંગની આ ઘટનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોડ સેફ્ટી અંગે ચર્ચા જગાવી છે. વાયરલ થયેલા વીડિયોમાં કપલ શહેરના વ્યસ્ત રસ્તાઓ પર હેલ્મેટ વિના મોટરસાઈકલ ચલાવતા જોઈ શકાય છે. ચલાવનાર વ્યક્તિ રસ્તાના બદલે રોમેન્ટિક મોમેન્ટ પર વધુ ધ્યાન આપી રહ્યો હતો, તે તેની પાછળ બેઠેલી તેની પાર્ટનરને કિસ કરતો જોવા મળ્યો હતો. પાછળથી આવતા કોઈએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો, જેના પછી લોકો આ વીડિયોને ખૂબ શેર કરી રહ્યા છે. ટ્રાફિકના નિયમોની અવગણનાના આ વીડિયોએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.


નેટીઝન્સે પણ સોશિયલ મીડિયા પર વિડિયો શેર કર્યો, જેનાથી શહેરના ટ્રાફિક અધિકારીઓને પગલાં લેવાનું કહેવામાં આવ્યું. દરમિયાન, એક વરિષ્ઠ ટ્રાફિક પોલીસ અધિકારીએ પુષ્ટિ કરી કે વીડિયોમાં વાહનની લાયસન્સ પ્લેટ પરથી માલિકનું નામ અને સરનામું ઓળખવામાં આવ્યું છે. આ પછી 1988 મોટર વ્હીકલ એક્ટ હેઠળ કાયદેસની કાર્યવાહી કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News