માતા-પિતા માટે ચેતવતો કિસ્સોઃ ભુજમાં 17 વર્ષના સગીરે ગેમ હારી જતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી

  • January 11, 2025 03:20 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શેરી રમત ભૂલીને બાળકોમાં મોબાઈલનું ભૂત વળગ્યું છે. ઘણી વખત બાળકોનુ મોબાઈલનું વળગણ માતા-પિતાને મુશ્કેલીમાં મૂકી દે છે. આવા કિસ્સાઓ આપણે ઘણી વખત સાંભળ્યા છે. ત્યારે ભુજમાં પણ એક આવો કિસ્સો સામે આવ્યો છે. ભુજમાં 17 વર્ષનો સગીર ગેમ હારી જતા ઝેરી દવા પી જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી ગઈ છે. પરિવારે વહાલસોય દીકરાને ખોતા અરેરાટી મચી ગઈ છે.  


પ્રાપ્ત માહિતી અનુસાર 17 વર્ષીય કાર્તિક કાનજીભાઇ મેરિયાએ ગત 4 જાન્યુઆરીના નિંદામણ બાળવાની ઝેરી દવા પી લેતા પિતા કાનજીભાઈ ભુજની જનરલ હોસ્પિટલમાં લઈ આવ્યા હતા. જ્યાં તેઓનું 8મી જાન્યુઆરીના સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, મૃતક સગીર ઘરે મોબાઈલમાં કોઈ ગેમ રમતો હતો અને તે હારી ગયો હતો. જેના આઘાતમાં તેણે આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકનો મોબાઈલ કબજે લેવામાં આવ્યો છે. આ કિશોર કઈ ગેમ રમતો હતો તે તપાસ દરમિયાન બહાર આવવા પામશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application